Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
સમાધાન મનનું થશે, મૂંઝવણ દૂર થશે

બાળપણમાં ઘરના વડીલો તથા માત-પિતાની છત્રછાયામાં જે નિઃસ્વાર્થ પ્રેમની પૂર્તિ થઈ હતી, તે પ્રેમની ભૂખ મોટા થયાં પછી પણ સંતોપાતી નથી. એટલે દરેકના મનની ભૂખ છે પ્રેમની, પણ મનની આ ભૂખથી માનવી અજાણ રહે છે અને પ્રેમ વગરના વિચાર-વર્તનના લીધે ભૂખ વધતાં રાગ-દ્વેષ ક્રોધ- ઈપ્પાં, વેરઝેર વગેરે નકારાત્મક વિચાર-વર્તનમાં મન ગૂંગળાતું જાય છે. વાસ્તવમાં મન ભૂખ્યું છે તે જાણવાનું નથી, પણ મનને જે ખાવું છે તે સાત્ત્વિક વિચારોની સૂક્ષ્મ સમજ સાથે બુદ્ધિગમ્ય અનુભવ રૂપી અન્ન ખાવું જોઈએ. એવાં અન્નની પૂર્તિથી પ્રણ ઉમેરણ પ્રતિભા આપમેળે ખીલતી જાય. વળી મનની ભૂખ કદી પૂરી ન થાય, એ તો ાિની જેમ સતત ખાતું રહે. એટલે જે વિચારો ખાવાથી મનની તાણ ઓછી થાય અને પ્રસન્નતા અનુભવાય, અથવા સ્થૂળ આકારોની નાશવંત સ્થિતિથી જાણકાર થવાય અને એનું મિથ્યા આકર્ષણ ઘટતું જાય, અથવા મારું-તારુંની સરખામણીના ભેદભાવના વર્તનનું વળગણ છૂટતું જાય, અથવા સમજણની સપાટી પરથી ઊંડાણમાં સૂક્ષ્મ સૃષ્ટિથી જાણકાર થવાય, એવાં સમતોલ મનોભાવનો ઉજાગર કરાવતાં વિચારોનો રસથાળ, એટલે રવિવારની મધુવન પૂર્તિ રૂપે સાત્ત્વિક વિચારોનું ચિંતન થવું.

 

સાત્ત્વિક વિચારોના અધ્યયનથી મનની ભૂખ ત્યારે સંતોષાય, જ્યારે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ સહજતાથી ગ્રહણ થતો જાય અને સંકુચિત માનસનો સ્વભાવ બદલાતો જાય. અર્થાત્ વિચારો દ્વારા પ્રદર્શિત થતાં બોધ કે જ્ઞાનથી મનની અજ્ઞાનતા વિલીન થતી જાય. પરંતુ બોધ અનુસાર વિચાર-વર્તનનું પરિવર્તન થઈ શકે ભક્તિની શક્તિથી. ભક્તિ એટલે પ્રશુહ શાંત, સાત્ત્વિકભાવની શકિત. એટલે જિજ્ઞાસુ ભક્ત શ્રવણ ભક્તિ, સ્મરણ ભક્તિ, અર્પણ ભક્તિ વગેરે ભક્તિભાવનાં સદ્ વર્તનની મહત્તાથી જીવન જીવ. એવાં સતન રૂપે હુંની અહંકારી વૃત્તિઓનું સમર્પણ થતું જાય, તેને કહેવાય જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવું. આરંભમાં તરતાં આવડતું ન હોય, તો જ્ઞાની ભકત જેવાં તરવૈયા સાથે તરવું પડે. એવાં તરવેયા સાથે તરવું હોય તો બાળક જેવો નિર્દોષભાવ અથવા પ્રેમાળ સ્વભાવની નમ્રતા જોઈએ. નિખાલસ સ્વભાવની નમ્રતામાં દઢ શ્રદ્ધા હોય, જે તરવૈયાના પાવન સાંનિધ્યમાં તરવાનું આપમેળે શીખી જાય છે. સંસારી જવાબદારીના કર્તવ્યો કરતાં કરતાં જ તરતાં રહેવાય, તે છે સાનિધ્યની સાત્ત્વિકભાવની છત્રછાયા. એવી છત્રછાયામાં મનનું સાત્ત્વિકભાવનું, નિઃસ્વાર્થભાવનું કૌશલ્ય જાગૃત થતું જાય.

 

સંસારી જીવનની એવી કેટલીયે પ્રક્રિયાઓ છે, પ્રવૃત્તિઓ છે, જેને શારીરિક કે માનસિક રૂપે છોડી શકાય એમ નથી. એટલે સંસારી પરિસ્થિતિઓને છોડવાં કરતાં અજ્ઞાની, અહંકારી માનસિકતાને છોડવી ઉચિત છે. મનમાં જો રાગ-દ્વેષાત્મક અહંકારી વિચારોની આવનજાવન હોય, તો શારીરિક સ્તરે જે છોડવું છે, જે પરિસ્થિતિનો ત્યાગ કર્યો છે તે વ્યર્થ છે. જેમ તાળી પાડીએ ત્યી બન્ને હાથ, એકબીજાની નજીક આવે છે. તે ક્ષણે એવો વિચાર નથી કે જમણી હાથ સારો છે કે ડાબો હાય, અથવા જમણા હાથને કહેવું ન પડે કે હાબા હાથની નજીક જા. બે હાથવાળા મનુષ્યોને શરીરની પ્રાપ્તિ પ્રભુ કૃપા રૂપે થઈ છે. જેમ તાળી પાડવાની પ્રક્રિયા બે હાથની, બે રીતની જુદી નથી; તેમ જીવંત જીવનની જે ભેટ પ્રભુએ અર્પી છે, એમાં સંસારી સ્થૂળ જગત કે આધ્યાત્મિક જગત એવી બે સ્થિતિના કોઈ ભેદ નથી. પ્રભુ પોતે જ પાસની ચેતનાનું અમૃત દાન અર્પણ કરે છે. તેથી આધ્યાત્મિક જીવન કે સંસારી જીવન એવાં ભેદથી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરી ન શકાય. જિજ્ઞાસુ ભક્ત તો જ્ઞાની ભક્ત સાથે દે સાથે દેઢ શ્રદ્ધાની શરણાગતિથી તરતો રહે અને દ્વૈત જગતની આવૃત્તિમાં જ અદ્વેત ચેતનાની પ્રતીતિ કરતો રહે.

 

ભેદની સીમાઓ ઓગળી જાય તો જ્ઞાન-ભક્તિના વહેણમાં મન સહજતાથી ઓતપ્રોત થાય. એટલે ભક્ત કદી પ્રવૃત્તિની રીતને કે પતિને મહત્તા ન આપે, પણ પ્રવૃત્તિ જે ઊર્જાની ચેતનાના આધારે થાય છે તેની પ્રતીતિથી નિષ્ઠાપૂર્વક પ્રવૃત્તિ કરે. અર્થાત્ ભક્ત તો સંસારી પ્રવૃત્તિ કે આધ્યાત્મિક પ્રવૃત્તિ એવાં ભેદને છોડી, અર્તાભાવની સમતોલતાથી કાર્યો કરતો રહે છે. અકર્તાભાવની સમતોલતા એટલે હું કર્તા છું એવા અહંકારી વિચારોનું મૃત્યુ થયું.વિચારોનું મૃત્યુ થયું એટલે આ ક્ષણે એક વિચાર ઉદ્ભવ્યો અને બીજી ક્ષણે બીજો વિચાર ઉદ્દભવે, ત્યારે પહેલાં વિચારનું મૃત્યુ થયું કહેવાય. વિચારોની હારમાળામાં મન ફરતું ન રહે, તે છે થઈ ગયેલા વિચારોનું મૃત્યુ થવું અને એવાં મૃત્યુમાં વાણીનું મોન પાય,

 

આમ ભક્ત જે ક્ષણે પ્રવૃત્તિઓ કરે, કે જે વિચારો કરે, તે ક્ષણ પછી એનાં સ્મરણમાં એનું મન ફરે નહિ, પણ વિચાર વગરની શાંત સ્થિતિની ક્ષણોને માણે. મનની એવી શાંત સ્થિતિની ક્ષણમાં ભૂતકાળનાં વિચારોનું સ્મરણ નથી, કે ભવિષ્યની આકસ્મિક ઘટનાઓની ચિંતા નથી. વિચારોની એવી મૌન સ્થિતિમાં ઈન્દ્રિયોનું બાધગમન ઓછું થતું જાય અને અંતરગમનની આંતરિક શક્તિ ધારણ થતાં, અંતર ઈન્દ્રિયોની જાગૃતિ રૂપે મોન થતું જાય, અર્થાત્ ભક્તના મનમાં વિચારોનું યર્પણ ન હોય. વિચારોની હારમાળાનું ભક્તિભાવની જાગૃતિ રૂપે મૌન થતું જાય અને વિચારો સાથેનું ઈન્દ્રિયોનું બાહ્યગમન બંધ થતું જાય. તેને કહેવાય દેહથી પરની સાક્ષીભાવની આત્મ સ્થિત જાગૃતિ, વિચારોના મૌનમાં પ્રભુ દર્શન રૂપે દિવ્ય ગુણોનું પ્રભુત્વ પ્રકાશિત થાય. તેથી જ ભકત તો મનનું મૌન જળવાય એવાં સદ્ભાવથી જીવે અને મન સ્વયં પ્રભુની આત્મીય ચેતનાનો અભિન્ન અંશ હોવાથી, તેને નકામના વિચારોનું સ્મરણ ગમતું નથી, એટલે ભક્તનાં સાત્ત્વિક વિચારોમાં વિશાળ મતિનો ગુણિયલ ચારો હોય, જે આપણને નિર્દેશ ધરે છે કે..,

 

ચાલ્યો જા તું ચાલ્યો જા, વિશાળતામાં ચાલ્યો જા;

કર્મોમાં વીંટાળી મને ચાલ્યો જા તું ચાલ્યો જા,

અધિકારી બન્યાં પછી કર્મોથી પર થતો જઈશ,

વિશાળ મનમાં વિટંબણાઓ વિશે નહિ. વિહાશે નહિ,

 સમાધાન મનનું થશે મુંઝવણો દૂર થાશે,

મન વલોવાતું જાશે માધવ મનમાં બેસી જાશે,

બેસી જાશે બેસી જાશે માધવ મનમાં બેસી જાશે...

 

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
book img
પ્રભુ માટે નિઃસ્વાર્થ લાગણી

પ્રભુ સાથે સંબંધ બાંધવાનો નથી. પ્રભુ સાથેનો આત્મીય સંબંધ છે એટલે મારી જીવંત હસ્તી છે અને હું દેહધારી જીવન જીવી શકું છું. આવી સ્પષ્ટતાથી જિજ્ઞાસુ ભક્ત તો આત્મીય સંબંધની પ્રતીતિ કરાવતું જીવન જીવે. તે રોજિંદા જીવનની પ્રક્રિયાઓમાંથી બોધ ગ્રહણ કરે, કે હાથને જો વાગે છે, તો આંગળીઓમાં પણ વધતું ઓછું દર્દ અનુભવાય છે. લોહીની ગતિ શરીરના જે ભાગમાં મંદ થાય, તે ભાગમાં ખાલી જેવું લાગે છે. શરીરના દુઃખ-દર્દને જો મન અનુભવી શકે છે, તો મન જે આત્માનો અંશ છે, તેની ગુણિયલતાને, સાત્ત્વિકતાને, દિવ્યતાને અનુભવી શકે એમ છે. આત્મીય સંબંધની અનુભૂતિ સહજ નથી. પરંતુ જે જ્ઞાની ભકત તે શાશ્વત સંબંધની અનુભૂતિથી જીવે છે, તેનાં સાંનિધ્યમાં મન જો શ્રદ્ધાપૂર્વક શરણભાવથી સ્થિત થાય, તો સંબંધિત સંબંધની પ્રતીતિ સહજતાથી થાય. જેમ

 

આપણો ચિત્ર જો પ્રાઈમ મિનિસ્ટરનો અંગત સંબંધી હોય, તો મિત્ર સાથેની સમીપતાનાં(સાનિધ્યનાં લીધે પ્રાઈમ મિનિસ્ટર સાથેની સંબંધિત સ્થિતિ માણવા મળે, તેમ જ્ઞાની ભક્તના આત્મીય સંબંધનો સંબોધ(જ્ઞાન બોધ) જો જિજ્ઞાસુ મન શંકા-સંદેહ વગર શરણાગતિથી ગ્રહણ કરે, તો આત્મ સ્વરૂપની પ્રતીતિ કરાવતી લગની જાગે છે.

 

આત્મા તો મનની લગોલગ હોવાંથી, જ્ઞાની ભકતનાં સાંનિધ્યમાં લગની એવી લાગે કે પ્રભુ માટે નિઃસ્વાર્થભાવની લાગણીઓ આપમેળે લહેરાતી રહે. એવી લહેરાતી લાગણીઓનાં લીધે માત્ર સ્થળ આકારોને જોયાં કરતી સીમિત મનોૠષ્ટિ વિશાળ થતી જાય અને આકારોને સર્જાવતી, આકરોમાં સમાયેલી પ્રભુની નિરાકારિત ઊર્જાની ચેતનાનું સંવેદન ધારણ થતું જાય. સંવેદન એટલે જ્ઞાત થવું. જે સૂક્ષ્મ છે, મનથી અજ્ઞાત છે, તેની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ થાય, ત્યારે અજ્ઞાતની અનુભૂતિ કરાવતો મનનો જ્ઞાતા ભાવ જાગૃત થાય અને તે પ્રતીતિના અનુભવમાં મનની ક્ષાતા વૃત્તિ એકરૂપ થાય. એવી પ્રતીતિ જ્ઞાનની અનુભૂતિ દરેક માનવી કરી શકે છે. કારણ હરપળે પ્રભુ તો શ્વાસ રૂપે આપણને આત્મીય સંબંધની પ્રતીતિ ધરે છે, એ પ્રતીતિથી આત્મીય સંબંધનું સંવેદન જો ઝીલતાં રહીએ, તો અનુભવાય ] પ્રભુ તો શ્વાસ રૂપી સિંદૂર પૂરી દેહની જીવંત સ્વરૂપની અખંડ સૌભાગ્યની સ્થિતિ જાળવે છે.

 

શ્વાસ રૂપે જો પ્રભુનું માંગલિક ધન અર્પણ થતું હોય, તો મનની માંગણીઓ નિરાધાર ક્યાંથી રહે? અતૃપ્ત ઈચ્છાઓને તૃપ્તિનો રાહ મળી શકે, તે માટે તો મનુષ્ય શરીર ધારણ કર્યું છે. આવી સમજ શક્તિથી જિજ્ઞાસુ મન શરણભાવથી જ્ઞાન-ભકિતની સરિતામાં તરતાં રહેવાનો પુરુષાર્થ કરતો રહે છે. જ્યાં સુધી જીવંત જીવનની વાસ્તવિકતાથી મન અપરિચિત રહે છે, ત્યાં સુધી શંકા-સંદેહના ડોકિયાં થયાં કરે છે. કારણ અતૃપ્ત ઈચ્છાઓને મનમાં દબાવી નથી રાખવાની, પણ સંસારી ઈચ્છાઓને ભોગવતી વખતે, જો પ્રભુની ઊર્જા શકિતથી, હર ક્ષણના પાસથી મન જ્ઞાત રહે, તો ભોગ્ય પદાર્થમાં મન આસક્ત નહિ થાય. પછી મનની માંગણીઓ પૂરી થતી હોય, ત્યારે ભોગ્ય પદાર્થમાં સમાયેલી પ્રભુની ચેતનાનો પ્રથમ સ્વીકાર થાય અને વંદનભાવથી જિજ્ઞાસુ ભક્ત ભોગ ભોગવી, એમાં પ્રભુની પ્રતીતિ કરે.

 

જિજ્ઞાસુ ભક્તનું જીવન પછી પ્રભુની લગનીથી ભક્તિના રંગે રંગાતું જાય અને અજ્ઞાનતાનું આવરણ જ્ઞાનોદયના પ્રકાશમાં વિલીન થતું જાય. સ્વયંથી અપરિચિત રહેતી મનોવૃત્તિઓ, સ્વ બોધમાં જ્ઞાતા ભાવથી સ્નાન કરતી જાય. પછી સંસારી માંગણીઓનો દૃષ્ટિકોણ બદલાતો જાય અને સ્વાનુભૂતિમાં સ્થિત થવાની તરસ વધતી જાય. એવી તરસના લીધે જિજ્ઞાસુ ભક્તનું મન, આત્મીય સંબંધની પ્રતીતિમાં સ્થિત રહેવા માટે પ્રથમ સંસારી સંબંધોને નિર્મળ પ્રેમથી શણગારતો જાય. કારણ જ્યાં સુધી સંસારી સંબંધોમાં રાગ-દ્વેષાત્મક વિચાર-વર્તનથી મારું-તારુંના ભેદભાવની દિવાલ રહે છે, ત્યાં સુધી તે દિવાલ જ પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ કરવામાં અવરોધક બને છે.

 

પ્રેમભાવની નિર્મળતા એટલે ભેદભાવ વગરની સુમેળતા. વાસ્તવમાં માનવીને દરેક સંબંધ રૂપે પ્રેમની અતૃપ્તિને, પ્રેમની ખોટને તૃપ્ત કરવી હોય છે. પછી તે વસ્તુ સાથે હોય, વ્યક્તિ સાથે હોય, મનગમતી પરિસ્થિતિ સાથે હોય, કે પ્રકૃતિ જગત સાથે હોય. દરેક પ્રકારના સંબંધો નિર્મળ પ્રેમની સંપત્તિથી માણવા મળે, તો અતૃપ્તત ઈચ્છાઓનું આવરણ ઓગળી શકે અને નિર્મળ પ્રેમના સ્વભાવથી જ સ્વયંને જાણવાની, સ્વયંની પ્રતીતિ કરવાની આધ્યાત્મિક અંતરયાત્રા થઈ શકે છે. પ્રભુનું સ્વરૂપ શાશ્વત દિવ્ય પ્રીતનું હોવાથી, એનો અંશ જ સ્વરૂપ આપણે પણ પ્રેમભાવથી જો જીવીએ, તો પ્રેમની અમીરીથી પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રીતને માણી શકીએ. તેથી જ જિજ્ઞાસુ ભક્તનો ધ્યેય છે કે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવું અને ભક્તિભાવ એટલે કે પ્રેમભાવની નિર્મળતાથી સંસારી સંબંધોને શણગારતાં, આત્મીય સંબંધને માણતાં રહેવું.

નિર્મળ પ્રેમની ઊર્જાથી આ જીવન જિવાય છે, એવાં સ્વીકારમાં થાય અણુનું સમર્પણ

 પ્રેમની સહજતાથી થાય વિહાર સાત્ત્વિક વિચારોમાં, ત્યારે થાય પ્રભુ પ્રતીતિના મંડાણ;

ન રહે પછી આસક્તિ ભોગવવાની, પણ ભોગ રૂપે આત્મીય ચેતનાની નિકટતા ભક્ત માણે;

નિકટતામાં અનાયાસે અંતરધ્યાન થતાં, પ્રભુ પ્રીતના દિવ્ય સ્પંદનોને ભક્ત અનુભવે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
વિચારોના મૌનથી અંતરયાત્રામાં સ્થિત

ભક્તના સાત્ત્વિક વર્તનને આંખોથી માપી ન શકાય. કારણ એ તો અંતર ભક્તિ રૂપે અંતરયાત્રામાં તલ્લીન રહે અને સ્વાનુભૂતિની પ્રસન્નતામાં તરબોળ રહે. એવાં ભક્તના સ્વભાવને સામાન્ય માનવીનું મન જાણી ન શકે. કારણ કોઈક ક્ષણે તે સ્વાનુભૂતિની વિચાર રહિત મૌન દશામાં સ્થિત હોય, તો કોઈક ક્ષણે સંસારી જવાબદારીના કાર્યો કરવામાં લીન હોય, અથવા કોઈક ક્ષણે બીજા જિજ્ઞાસુ માનવીઓને ભક્તિ રસનું પાન કરાવવા માટે, ભજનોના ગુંજનથી દિવ્ય ધ્વનિના સૂરોને એ પ્રગટાવતો હોય. એવો ભક્ત કોઈ સંસ્થાના, કે કોઈ નિશ્ચિત ધાર્મિક વિચારોના આધારે અંતરયાત્રા ન કરે. અંતરયાત્રા એટલે સાત્ત્વિકભાવની જાગૃતિમાં તરતાં રહેવું. એવી જાગૃતિ અંતરની સૂક્ષ્મતામાં વિહાર કરતી રહે, અર્થાત્ અંતરયાત્રા વિચારોથી ન થાય પણ ભાવની વિશુદ્ધતા અંતર ઊંડાણમાં વિહારતી રહે અને ભાવની પારદર્શકતા દિવ્ય ચેતનાની વિસ્તુતિને ધારણ કરતી જાય.

 

વિચારોના મૌનથી અંતરયાત્રામાં સ્થિત થવા માટે આરંભમાં જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં માનવી મન જો સ્થિત થાય, તો અજ્ઞાની વૃત્તિઓનું સંકુચિત માનસ ઓગળતું જાય. એટલે આરંભમાં મન રૂપી દીવો પ્રગટાવવા માટે સાંનિધ્ય રૂપી ઘીની પ્રાપ્તિ જરૂરી છે. સાંનિધ્યમાં જેમ જેમ સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થાય, સ્થૂળ આકારિત જગત અને સૂક્ષ્મ નિરાકારિત જગતના જોડાણનો સંદર્ભ સમજાય અને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાની લગની લાગે; તેમ તેમ મન રૂપી દીવાને પ્રગટાવતાં ઘીનું પૂરણ થતું જાય. એટલે મનનો દીવો પ્રગટાવવાની કોઈ ચોક્કસ રીત કે પદ્ધતિ નથી, અથવા જ્ઞાની ભક્ત પણ કદી જણાવે નહિ કે, “મેં તારો દીવો પ્રગટાવ્યો છે.’ કારણ મનના દીવાનું પ્રાગટ્ય સ્વયંભૂ થાય છે. જેમ પૃથ્વી ગ્રહના ફરવાથી રાત્રિનો અંધકાર આપમેળે દૂર થતાં, પ્રભાતનું અજવાળું પથરાય છે; તેમ સાત્ત્વિક વિચારોના ચિંતનમાં ભક્તિભાવથી ફરવાથી, અજ્ઞાની મનનો અંધકાર આપમેળે વિલીન થાય છે. ચિંતન રૂપે સ્વ બોધ ગ્રહણ થાય, પછી સત્સંગની પ્રવૃત્તિઓ સહજતાથી, કોઈ પણ નીતિ-નિયમના બંધન વગર થતી જાય. જ્યાં સુધી સત્સંગની પ્રવૃત્તિઓમાં મન સરળતાથી ઓતપ્રોત થતું નથી, ત્યાં સુધી એવી પ્રવૃત્તિઓ યાંત્રિક રૂપે થયાં કરે છે.

 

યાંત્રિક રૂપે સતત માળા જપવાથી, કે જપ મંત્ર લખ્યાં કરવાથી સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થતી નથી. તે માટે સાથે એકરૂપ થવાનો તલસાટ જાગવો જોઈએ. પ્રભુ સ્મરણ રૂપે માત્ર નામનું રટણ કરવાનું ન હોય, પણ નામમાં સમાયેલી અનામી ગુણિયલ ચેતનાથી જાણકાર થઈ, એની અવિનાશી, સર્વવ્યાપકતામાં મનનું સ્નાન થવું જોઈએ. એવું સ્નાન થતું રહે તો જપમંત્રનો ધ્વનિ મનનું શુદ્ધિકરણ કરાવે, તે છે મન રૂપી દીવાને પ્રગટાવતું ઘી. એવાં શુદ્ધિકરણ રૂપે અહમ્ વૃત્તિઓનું સમર્પણ થતું જાય અને પ્રભુ નામનું ઘેલપણ જાગે, ત્યારે જપમંત્રને ગણવાની કે લખવાની જરૂર નહિ રહે. જિજ્ઞાસુ ભક્તનું મન પ્રભુ સ્મરણની ઘેલછાથી ઘેરાયેલું રહે છે. કારણ એને પ્રભુ પ્રીતની દિવ્યતાને માણવાની અતૃપ્તિ હોય છે. એટલે સહજ સ્મરણની છોળ અંતરમાંથી પ્રગટતી રહે છે. સ્મરણની છોળ રૂપે ભાવ છલકાય અને સાત્ત્વિકભાવની જાગૃતિ આપમેળે ધારણ થાય. મન પછી વિચારોનો ઘડો ન રહે, પણ પ્રેમભાવની ધારા છલકાવતો કળશ બની જાય અને પ્રભુને વિનંતિ કરતો જાય કે..,

 

“ હે નાથ! ભક્તિભાવથી વારંવાર તુજને વિનવી રહ્યો, સ્તુતિ તારી કરી તુજને રીઝવી રહ્યો;

રમઝટ ન આવડી કાવ્ય રચિત શબ્દોની, તો યે મુજમાં તું ભાવનો કળશ છલકાવતો રહ્યો;

 કર એવી કૃપા હે ભોળાનાથ, સ્વયં તું ભક્તિમાં ભીંજવીને પ્રસરાવ તારો દિવ્ય ભાવ;

ભાવનું દાન આપી અમ સર્વેને સહજતાથી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતો રહે.

 

સાત્ત્વિકભાવનું સંવેદન માત્ર સાત્ત્વિક વિચારોનું શ્રવણ કરવાંથી, કે ભજન-કીર્તન કરવાથી ધારણ થતું નથી.

 

શ્રવણ ભક્તિ રૂપે મન જ્યારે સ્વમય ચિંતનથી કેળવાતું જાય, તો અજ્ઞાની માનસના આવરણને વિલીન કરાવતી અંતરભક્તિ તરફ પ્રયાણ થતું જાય. અંતર ભક્તિ એટલે જ ભાવની સાત્ત્વિકતાનો ઉજાગર કરાવતી અંતરયાત્રા. તેથી શ્રવણ ભક્તિની ફળશ્રુતિ રૂપે અંતરપ્રયાણ જો શરૂ થાય, ત્યારે આધ્યાત્મિક શબ્દોના અર્થ સમજવાની, કે ચર્ચા વિચારણા કર્યા કરવાનો મોહ છૂટતો જાય. મન પ્રેમભાવની નિખાલસતામાં ઓતપ્રોત થાય અને ભાવની છોળ અંતરમાંથી પ્રગટતી જાય. ભક્ત જ્યારે પ્રભુભાવની છોળને છલકાવતો કળશ બને, ત્યારે અંતરની વિશાળતામાં ધ્યાનસ્થ રહે. અંતરધ્યાન સ્વરૂપે પ્રભુની કળાત્મક દિવ્ય ગુણોની ઊર્જા શક્તિ પ્રગટતી જાય. જે બીજા જિજ્ઞાસુઓને ભક્તિના પથ પર પ્રયાણ કરાવતું પ્રેરક બળ અર્પે અને મન રૂપી દીવાને પ્રગટાવતું જાગૃતિનું પૂરણ થતું જાય.

 

મનના દીવાને પ્રગટાવતું સાત્ત્વિકભાવનું ઘી ભક્તિભાવથી પ્રગટે છે. અર્થાત્ સાત્ત્વિક આચરણ રૂપી થી અંતરભાવ રૂપે સ્વયંભૂ પ્રગટે છે. જેમ પાડોશીને ત્યાંથી ઘી લાવીને પોતાના ઘરમાં દીવો કરીએ, તો જેટલાં પ્રમાણમાં ઘી મળ્યું હોય તેટલા સમય સુધી જ ઘરમાં અજવાળું રહે, તેમ મનનો દીવો પ્રગટાવવા માટે આરંભમાં જ્ઞાની ભક્તના સાંનિધ્ય રૂપે ઘીની પ્રાપ્તિથી સ્વમય ચિંતનમાં મનને ઓતપ્રોત થતું જાય. પછી સાત્ત્વિકભાવની જાગૃતિ આપમેળે થાય, ત્યારે અંતરજ્યોતનો પ્રકાશ અંતરધ્યાન રૂપે અનુભવાય. એટલે જ્ઞાની ભક્તનું સાંનિધ્ય મનને અજ્ઞાનતાના અંધકારથી જાણકાર કરાવે, ત્યારે શ્રવણ ભક્તિ રૂપે મનને પ્રભુ સાથેની એક્યતાનો પરિચય થાય. એવાં પરિચય રૂપે જ્ઞાન- ભક્તિની સરિતામાં તરવાની લગની વધતી જાય. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ, કે ભકિતભાવથી જીવવાના દૃઢ સંકલ્પના વહેણ કદી અટકે નહિ અને અંતરયાત્રામાં આપની અનન્ય કૃપા સ્વરૂપે ઓતપ્રોત રહીએ.

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

 

Read More
book img
... તો કર્મ કરતી વખતે મન સ્વસ્થ રહે

ભક્તની ઓળખાણ બાહ્ય વસ્ત્રોનાં કે હાવભાવના દેખાવથી ન થાય અને અમુક પ્રાસંગિક મુલાકાતની ઓળખાણ પણ ઔપચારિક હોય. કારણ ભક્તનું મન બાહ્ય આકારિત જગતની પ્રક્રિયાઓમાં, કે વસ્તુ-વ્યક્તિમાં આસક્ત થતું નથી. એને તો જીવન જિવાડનાર પ્રભુની આત્મીય પ્રીતને અનુભવવાની આસક્તિ હોય અને જીવતાં જ પ્રભુની પ્રકાશિત ગતિમાં ગતિમાન થવાની તરસ હોય. અર્થાત્ સંસારી લોકિક જીવનમાં ભક્ત અનાસક્તભાવથી જીવે. એવી અનાસક્તિના લીધે અલૌકિક અંતર જીવનને સાત્ત્વિકભાવથી માણવાની આસક્તિ આપમેળે જાગૃત થાય છે. એટલે ભક્ત પોતાની જીવંત હસ્તીનું કારણ જાણે અને દેહધારી જીવનના હેતુને સમજીને જીવે. એ કર્મ-ફળની પ્રક્રિયા કરાવતી પ્રભુની આત્મીય ચેતનાની ઊર્જા શક્તિને પૂજનીય ભાવથી સ્વીકારે છે. એવાં સ્વીકાર રૂપે પોતે કર્તા નથી, કરાવનાર પ્રભુની ચેતનવંત ઊર્જાશક્તિ છે, એવા દેઢ નિશ્ચયથી કર્મ કરે. સ્વ ઓળખની સ્પષ્ટતાનાં લીધે દૃઢ નિશ્ચય થાય અને કર્મ કરતી વખતે મન સ્વસ્થ રહે.

 

કર્મ સારું કે ખરાબ છે, અથવા એનું ફળ શુભ કે અશુભ સ્થિતિ લાવશે, એવાં સંશયથી ભક્ત કર્મ ન કરે, પણ ભૂતકાળમાં પોતે જ કરેલાં કર્મોના ફળ રૂપે અત્યારે વર્તમાનમાં કર્મ થાય છે, તે સત્યના સ્વીકારથી એ અકર્તાભાવથી કર્મ કરતો રહે છે. સામાન્ય રૂપે માનવી મન આ સત્યથી અજાણ રહીને કર્મ કરે છે. એટલે ઘર-અન્ન- વસ્ત્ર-રૂપિયા વગેરે ભોગ્ય પરિસ્થિતિની આસક્તિમાં મન બંધાયેલું રહે છે. એવી ભોગ્ય પરિસ્થિતિની પ્રાપ્તિ માટે જીવનભર પુરુષાર્થ કરતો રહે છે, તથા પ્રાપ્તિ માટે થતાં કર્મોનું પરિણામ જો પોતાની અપેક્ષા મુજબ ન આવે તો ક્રોધ, ઈર્ષ્યા, હતાશા વગેરે રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારોની આવનજાવનનાં લીધે મનમાં અશાંતિ પથરાયેલી રહે છે. એવું મન જો કર્મ-ફળની પ્રક્રિયાનું સત્ય સમજવાનો પુરુષાર્થ કરે, તો રાગ-દ્વેષનું નકારાત્મક વર્તન બદલાતું જાય અને ભક્તિભાવની ભીનાશ રૂપે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ કરવાની આસક્તિ વધતી જાય.

 

આજકાલ મોબાઈલ ફોન પર સાત્ત્વિક વિચારોના સંદેશા એકબીજાને મોકલવાની સ્પર્ધા ચાલે છે. હવે દિવાળીની શુભેચ્છા વ્યક્તિગત રીતે આપવાની, કે વડીલોના આર્શીવાદ લેવાની પ્રથા જૂની થઈ ગઈ. જો તામારી પાસે સ્માર્ટ ફોન હોય તો દુનિયાના કોઈ પણ ખૂણાના સમાચાર મેળવી શકો છો. એટલે માનવીને વિદ્યુતિ ચુંબકીય (ઈલેકટ્રો મેગ્નેટીક) તરંગોથી ચાલતાં ઉપકરણોનો ઉપયોગ ગમે છે. જો વિદ્યુતિ તરંગોનો મન સ્વીકાર કરે, તો તે તરંગોને સર્જાવતી પ્રભુની આત્મીય ચેતનાનો સ્વીકાર સહજતાથી થઈ શકે. જરૂર છે સ્વીકારભાવની, જિજ્ઞાસુભાવની, જો સ્વયંને જાણવાની જિજ્ઞાસા હોય તો ભક્તિભાવથી જીવંત જીવનનો ઉદ્દેશ સિદ્ધ કરાવતું અકર્તાભાવનું સદાચરણ ધારણ થઈ શકે છે. ભક્તિભાવની જ્ઞાતા વૃત્તિની જાગૃતિમાં સાત્ત્વિક આચરણનાં દ્વાર સરળતાથી ખૂલતાં જાય. જેમ પાણીમાંથી માછલીને બહાર કાઢીએ, તો એ તરફડે છે અને વધારે સમય રાખીએ તો એ મરી જાય છે. પરંતુ એને નિર્ધારિત સમયમાં ફરી પાણીમાં મૂકીએ, તો એનું તરફડવાનું શાંત થઈ જાય. કારણ એને જીવંત રાખનાર પાણીનો સંગ ફરીથી મળી જાય છે, તેમ માનવી મનને જ્ઞાન-ભક્તિના સત્સંગની ભીનાશ મળે, તો પ્રભુની આત્મીય ચેતનાના સંગની પ્રતીતિ થતાં સ્વ સ્વરૂપના સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થાય.

 

શબ્દોથી સમજી ન શકાય એવો છે સ્વ, જે આશરો લે છે સ્થૂળ આકારના શરીરમાં;

સ્વ ક્રિયા અને શ્વાસની ગતિ બન્ને એકબીજાના આધારે રહીને જીવંત જીવનની કહાની રચે;

 શ્વાસ શરીરને છોડી દે ત્યારે સ્વનો સાથ પણ છૂટે અને રહે નિરાધાર અતૃપ્ત કર્મસંસ્કારો;

સ્વને સ્વીકારો તો કર્મસંસ્કારો તૃપ્ત થાય, સ્વના સાત્ત્વિકગુણોનો છે બધે ઉપકાર.

 

સ્વ એટલે સ્વયંનું આત્મ સ્વરૂપ, તે જ છે પ્રભુની આત્મીય ચેતના, જે ઊર્જા શક્તિ રૂપે અભિવ્યક્ત થાય છે અને સર્જન-વિસર્જનની પ્રક્રિયાઓ સતત થતી રહે છે. જિજ્ઞાસુ ભક્ત પોતાના આત્મ સ્વરૂપની પ્રતીતિ કરાવતી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાનો પુરુષાર્થ કરતો રહે છે. સાત્ત્વિક વિચારોનું શ્રવણ જેમ જેમ થાય, તેમ તેમ એના ભાવાર્થનું સંકલન મનમાં થતું જાય. એવાં સંકલનથી રાગ-દ્વેપાત્મક વૃત્તિ-વિચારોનું પરિવર્તન થતું જાય. તેથી જિજ્ઞાસુ ભક્ત સાત્ત્વિક વિચારોનું સંકલન કરવા માટે માત્ર ધાર્મિક શાસ્ત્રોએ દર્શાવેલાં વિચારોનો આધાર ન લે, પણ પ્રકૃતિ જગતની વિવિધ કૃતિઓમાં થતી પ્રક્રિયાઓનું રહસ્ય જાણવાનો પુરુષાર્થ કરે. કારણ પ્રભુની ચેતનાનાં સાત્ત્વિક ગુણો પ્રકૃતિની પ્રક્રિયાઓ રૂપે વ્યક્ત થાય છે. સાત્ત્વિક ગુણોની નિરાકારિત ચેતના જ પ્રકૃતિની કૃતિઓ રૂપે પ્રદર્શિત થાય છે. એટલે જિજ્ઞાસુ ભક્ત પ્રકૃતિની વિવિધ કૃતિઓના નામને પ્રભુના નામ રૂપે સ્વીકારે છે.

 

પ્રભુના નામ સ્વરૂપે જેમ પ્રભુના આત્મીય ગુણોનો સ્વીકાર થાય, તેમ જગતની કોઈ પણ કૃતિના નામ કે એની હસ્તી રૂપે પ્રભુની સાક્ષાત્ હાજરીનો સ્વીકાર થાય, તો આકારોની અનેકતાના ભેદમાં મન નહિ અટવાય, પણ ગુણિયલ પ્રતીતિ રૂપે સ્વીકારભાવ જાગૃત થાય. આવી ગુણ દર્શનની ભક્તિમાં મન જેમ જેમ લીન થતું જાય તેમ તેમ રાગ-દ્વેષાત્મક અહંકારી વૃત્તિના સંસ્કારો ઓગળતાં જાય. પરંતુ જ્યાં સુધી સાત્ત્વિક આચરણનો નિર્ણય જિજ્ઞાસુ ભક્તની અંતર ઈચ્છાથી થયો ન હોય, ત્યાં સુધી તે આચરણના કિનારે પણ તે પહોંચી શકતો નથી. જેમ પોતાના બાળકને પ્રેમ કરવાનું માતાને શીખવું પડતું નથી; તેમ હૃદયભાવથી ગુણ દર્શન કરાવતું પ્રેમાળ આચરણ શીખવાનું ન હોય. ગુણ દર્શનની ભક્તિ આપમેળે થવી જોઈએ. કોઈ માર્ગદર્શક કે પથ દર્શાવે પણ ભક્તિનો ભાવ તો મનની ભીતરમાં સ્વયંભૂ જાગૃત થવો જોઈએ. તેથી સદાચરણ માટે મનને કદી હુકમ કરીને ફરજ પાડવાની ન હોય. કારણ બાહ્ય આચરણની નૈતિકતા હોય પણ અંતર ભક્તિનો ભાવ, એટલે કે પ્રકાશ દર્શન માત્ર પરોપકારી નૈતિક કર્મ કરવાથી ધારણ ન થાય. પ્રકાશિત દર્શનની અંતર સાલમુબારક. ભક્તિમાં લીન થવાય એવી પ્રાર્થના પ્રભુને કરતાં રહીએ, સૌને નવાં વર્ષના સાલમુબારક.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
અમૂલ્યની માપણી પણ મનુષ્ય જાતે જ નક્કી કરે છે

જીવંત જીવનનો આશય જો ગ્રહણ થાય, તો આશય અનુસાર કર્તવ્ય થતાં પરોપકારી, પરમાર્થી, પ્રેમાળ વર્તન ખીલતું જાય. દરેક માનવીને પોતાના પ્રારબ્ધગત કર્મસંસ્કારો અનુસારનું જીવન જીવવું પડે છે. એટલે માત્ર બાહ્ય પદાર્થોને અથવા ઈન્દ્રિયગમ્ય પરિસ્થિતિને ભોગવવાનું જીવન તો સૌ જીવે છે. પરંતુ જે માનવી પોતાના મનુષ્ય આકારની શ્રેષ્ઠતાને, મનના વાહનની અમૂલ્યતાને જાણે છે, તે અનુભૂતિનું અંતર જીવન જીવવાનો પુરુષાર્થ કરતો રહે છે અને તે જ છે માનવી જીવનનો આશય. અર્થાત્ જીવતાં જ આત્મ સ્વરૂપની અમૂલ્યતાને માણવાની છે. અંતર જીવન P સ્વરૂપે અમૂલ્યતાને માણવામાં મણ મણ સાત્ત્વિક ગુણોના આત્મ સ્વરૂપની પ્રતીતિ થતી જાય અને પરમાર્થી આચરણની સાત્ત્વિકતા ખીલતી જાય. જ્યાં સુધી માનવીને શ્વાસ રૂપે પ્રભુની સાક્ષાત્ હાજરીની અમૂલ્યતા પરખાતી નથી, ત્યાં સુધી બાહ્ય જગતના નામ-આકારોની કૃતિઓનું તે મૂલ્યાંકન કર્યા કરે છે.

 

સામાન્ય રૂપે દરેક માનવી માટે અમુક વસ્તુ કે વ્યક્તિ અમૂલ્ય હોય છે. એટલે તેને મેળવવાની કે ભોગવવાની ઈચ્છાથી જીવે છે. અથવા તે અમૂલ્ય સ્થિતિ જો મળી ગઈ હોય, તો તેને સદા પોતાની પાસે, માલિકીભાવથી રાખવાનો સંઘર્ષ કરે છે. જેમકે કોઈ પણ રાજકીય નેતા માટે પોતાનો હોદ્દો કે પદવી(ખુરશી) અમૂલ્ય હોય છે. એટલે પોતાની પદવીનું સ્થાન છીનવાઈ ન જાય, તે માટે એને ટકાવી રાખવાનો સતત પ્રયાસ કરવો, એવું આજના રાજકીય નેતાઓ માને છે અને એ જ એમની રાજકીય પ્રવૃત્તિ ગણાય છે. આમ દરેક મનુષ્યના જીવનમાં કંઈક ને કંઈક અમૂલ્ય સ્થિતિ હોય છે. તે અમૂલ્યતાની માપણી પણ મનુષ્ય પોતે જ નક્કી કરે છે. જેમકે બાળકને માટે માતા-પિતાની હાજરી સાથે રમકડાં કે ચોકલેટની અમૂલ્યતા હોય, યુવાન લોકોને માટે વિવિધ મોજશોખની વસ્તુઓ, વસ્ત્રો, કે મનપસંદ વાતાવરણ સાથે વ્યક્તિગત સંબંધની અમૂલ્યતા હોય અને પ્રૌઢ વયે શરીરના આરોગ્યની અમૂલ્યતા જણાય. એટલે સંસારી જીવનમાં અમૂલ્ય પરિસ્થિતિની વ્યાખ્યા શરીરની વય સાથે બદલાતી જાય છે.

 

માનવી જેમ સંસારી જીવનના વ્યવહારિક કાર્યોની મહત્ત્વતાને જાણી શકે છે, તેમ તન-મનના દેહની અમૂલ્યતાને પણ જાણી શકે છે. સાત્ત્વિક વિચારોના ચિંતનથી, એનો ભાવાર્થ સમજવાથી અમૂલ્યતા જણાતી જાય. પછી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાથી સાત્ત્વિક આચરણની અમૂલ્યતા પરખાય. ભણેલો કે અભણ, અથવા તવંગર કે ગરીબ માનવી તન-મનની અમૂલ્યતાને જાણી શકે એમ છે. પરંતુ જાણવાની જિજ્ઞાસા ત્યારે જાગે, જ્યારે સત્સંગની પ્રવૃત્તિ રૂપે શ્રવણ કે અધ્યયન થાય. ઘણીવાર રોજિંદા જીવનની ઘટમાળના સુખદાયક અનુભવમાં અથવા દુઃખદ ઘટનાનાં અનુભવમાં અલ્પ સમય માટે દેહની કે શ્વાસની અમૂલ્યતાનો સ્વીકાર થાય. વાસ્તવમાં દરેક મનુષ્યનું કર્તવ્ય એવું હોવું જોઈએ કે તન-મનને ચેતનવંત રાખતી પ્રભુની આત્મીય ચેતનાની અમૂલ્યતાને જાણી શકાય અને સાત્ત્વિક આચરણ રૂપે તેની પ્રતીતિ થતી રહે. મનુષ્યના અને પ્રાણીના જીવનમાં તફાવત છે, એ જો સમજાય તો ખાવું, પીવું, ઊંઘવું, ફરવું વગેરે બાહ્ય પ્રક્રિયાઓમાં જ મનને વ્યસ્ત રાખીશું તો એ જીવંત જીવન જિવાડનારની અવગણના કરી કહેવાય.

 

મન મંદિરમાં ભક્ત જાય જ્ઞાન-ભક્તિના આચરણથી અને થતું જાય અંતર પ્રયાણ; સાત્ત્વિક વિચારોના ચિંતન સ્વરૂપે પ્રેમાળ સ્વભાવનું ખીલતું જાય સાત્ત્વિક સૌંદર્ય; પ્રભુ કૃપા સ્વરૂપે પ્રાપ્ત થયેલાં તન-મનનાં અમૂલ્ય દાનને, દાસત્વભાવથી ભોગવે; ભક્તનું જીવન હોય બીજા જિજ્ઞાસુઓ માટેનો પ્રેરક પથ, જ્યાં ન હોય જાતિ કે પદવીના ભેદ.

જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં સમજાય મન રૂપી વાહનનું સાત્ત્વિભાવનું કૌશલ્ય, જેનું મૂલ્ય આંકી ન શકાય એવી પ્રભુની અમૂલ્ય આત્મીય ચેતનાના આધારે મન વિચારવાની, અનુભવવાની, કે સમજવાની ક્રિયાઓ કરી શકે છે. પરંતુ સાત્ત્વિકભાવનું કૌશલ્ય મનમાં સુષુપ્ત રહે છે. એટલે મનની મંદિર જેવી સાત્ત્વિકભાવની પવિત્રતા જાગૃત થતી નથી. સત્સંગ કે અધ્યયનથી મન સાત્ત્વિક આચરણની મહત્તાને જાણે છે અને સ્વીકારે પણ છે. છતાં રાગ-દ્વેષાત્મક અહંકારી વર્તનનો મોહ છૂટતો નથી. મોહથી છૂટવાનો પ્રયત્ન કંઈ સંસારી કાર્યો કરવાની મહેનત કરવા જેટલો સરળ નથી. અથવા ઘાંચીના બળદની જેમ સત્સંગની પ્રવૃત્તિ યાંત્રિક રીતે વર્ષો સુધી કરવાથી પણ રાગ-દ્વેષના મોહથી મન સહજ મુક્ત થતું નથી. કારણ હું પદના સંકુચિત માનસને મારું-તારુંના ભેદભાવમાં ફરવું ગમે છે. હું પદની હાજરીમાં કર્તાભાવનો અહંકાર હોય છે.

 

અહંકારી સ્વભાવના લીધે જ એકબીજા સાથે વેરભાવની, ધિક્કારની દુશ્મનાવટ વધતી જાય છે. જે સંબંધોમાં પ્રેમની હૂંફને બદલે અદેખાઈ, તિરસ્કાર, ઘૃણાને પ્રસરાવે છે. અહંકારી માનસ માત્ર પોતાનો સ્વાર્થ જુએ અને પોતે જે કરે છે તે જ યોગ્ય છે એવા મિથ્યાભિમાનથી જીવે છે. અહંકારી વૃત્તિ-વિચારોના આવરણને લીધે જીવંત જીવનની અમૂલ્યતા પરખાતી નથી, કે જિવાડનાર પ્રભુની ચેતનાનું સંવેદન ધારણ થતું નથી. માનવી એ સત્યને ભૂલી જાય છે, કે જેમ દુનિયાના કોઈ પણ ખૂણામાં હવાનું પ્રસરણ પ્રભુની ચેતનાથી થતું રહે છે અને હવાને મેળવવાનો કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી; તેમ આત્મ સ્વરૂપની ગુણિયલતા ધારણ કરવા માટે કોઈ પુરુષાર્થ કરવાનો નથી. કારણ હું તે પોતે જ છું અને તે જાણીને સાત્ત્વિકભાવની જાગૃતિમાં સ્થિત થવાનું છે. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે સાત્ત્વિકભાવની જાગૃતિ માટે અહંકારી માનસનું સમર્પણ થાય એવી જ્ઞાન-ભક્તિની ધારામાં સ્નાન કરાવતાં રહે. જેથી જીવન જીવનનો આશય સિદ્ધ થાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલ

 

Read More
book img
...હવે આપના પ્રકાશિત દર્શન કરાવો

ભક્તિભાવનું સાત્ત્વિક આચરણ બાહ્ય દેખાવથી કે વર્તનથી જણાય નહિ અથવા સત્સંગમાં જવું, ભજન- કીર્તન કરવા, ઉપવાસ કરવા, જપ કરવા, કે આધ્યાત્મિક શાસ્ત્રોનું અધ્યયન કરવું, એટલાં સીમિત પ્રકારનું સાત્ત્વિક આચરણ નથી. પરંતુ આવી સત્સંગ વગેરેની પ્રવૃત્તિઓ થાય, તેની સાથે જ સ્વભાવનું પરિવર્તન થાય તથા લૌકિક જીવનનો વ્યવહાર પરોપકારી દષ્ટિથી થાય, ત્યારે મનોદષ્ટિ સાત્ત્વિક આચરણની ધારણ થતી જાય. જાતિના, પદવીના, રૂપરંગના, રૂપિયાના વગેરે ભેદભાવની દૃષ્ટિવાળું સંકુચિત અહંકારી મન કંઈ રાતોરાત બદલાતું નથી, અથવા અમુક વર્ષોની સત્સંગની પ્રવૃત્તિથી પણ સ્વભાવનું પરિવર્તન સહજ થતું નથી. જ્ઞાન-ભક્તિના સત્સંગ રૂપે મન જેમ જેમ પોતાના સંકુચિત વર્તનથી, પોતાની ભૂલોથી જાણકાર થતું જાય, તેમ તેમ અહંકારી સ્વભાવના સ્વાર્થી માનસથી મુક્ત થવાની ઈચ્છા પ્રબળ થતી જાય.

 

આમ છતાં ઘણીવાર મન પોતાની જાતિના રીત રિવાજોથી, કે કુટુંબની રૂઢિગત પરંપરાથી સહજ રીતે મુક્ત થઈ શકતું નથી. પરંપરાગત રીતરિવાજોની પ્રણાલિકાને છોડવાનો એવાં મનને ડર લાગે છે. એવું મન શંકા, સંદેહ, કે વહેમમાં બંધાઈને રૂઢિગત કાર્યો કરતું રહે છે. એવું બંધાયેલું મન સત્સંગની પ્રવૃત્તિ કરે એમાં માત્ર શબ્દોથી માહિતી ભેગી થાય, સ્વભાવ ન બલાય. એટલે એવું સાબિત નથી થતું, કે જૂના રીતરિવાજોની પ્રથા ખોટી છે. રીતરિવાજોનો મૂળભૂત ઉદ્દેશ સમજાય, પછી મનને એમાં બાંધેલું રાખવું જરૂરી નથી, કે વહેમ-શંકાથી ડરીને કરવાની જરૂર નથી. આસો મહિનાની નવરાત્રિમાં માતાજીને નૈવેદ્ય ન ધરાવીએ તો ઘરમાં લક્ષ્મીનો વાસ ન રહે, ઘરનાં છોકરાં-છોકરીઓનું આરોગ્ય બગડે, એવાં વહેમથી મા શક્તિને નૈવેદ્ય અર્પણ ન થાય. એવાં રિવાજ પાછળનો ઉદ્દેશ એ જ હોય કે યુવાપેઢી અન્નની શક્તિનો મહિમા સમજે અને પ્રભુ શક્તિનું શરણ સ્વીકારે. જેથી અહંકારી રાગ-દ્વેષાત્મક વર્તનનું પરિવર્તન થઈ શકે.

 

પરંતુ આજકાલ માત્ર રિવાજનું અનુસરણ યાંત્રિક રીતે થાય છે. પ્રભુ શક્તિનો સ્વીકાર શરણભાવથી થતો નથી અથવા યુવાનો પોતાની સગવડને વધુ મહત્તા આપે છે. એટલે ઘરનાં વડીલોને ખરાબ ન લાગે તે માટે નૈવેદ્યની ખાદ્ય સામગ્રી બહારથી મંગાવી લે છે. ઘણાં યુવાનો પાસે સમયનો બાધ હોવાથી એવું જ જતાવે, કે અમે જૂનાં રીતરિવાજોમાં માનતા નથી. ટૂંકમાં રીતરિવાજોમાં માનવું કે ન માનવું એ મહત્ત્વનું નથી. પણ મનને ભાવથી મનાવવું, રાગ-દ્વેષના ભેદભાવથી છૂટવું, અહંકારી સ્વાર્થી વર્તનથી મુક્ત થવું મહત્ત્વનું છે. મહાન ભક્ત રેદાસજી ચામડાંના પગરખાં બનાવવાનો ધંધો ભક્તિભાવથી કરતાં હતાં. પ્રભુની શક્તિથી કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ થઈ શકે છે. એવાં સદ્ભાવથી તેઓ જીવતાં હતાં. એટલે પગરખાં બનાવવાનું કાર્ય થતું હતું, કે પ્રભુ ભક્તિનો ભાવ પ્રગટતો હતો એવો કોઈ ભેદ ન્હોતો. તેથી એમના કુટુંબમાં એવાં રિવાજની કોઈ પ્રથા ન થઈ કે ભક્તિભાવની જાગૃતિ માટે ચામડાના પગરખાં બનાવવાં જરૂરી છે!

 

સંસારી જીવનની લોકિક યાત્રા અને ભક્તિભાવની અંતર યાત્રા, આ બન્ને સ્તરનું જીવન સમતોલતાથી જીવવાની સમર્થતા જ્ઞાન-ભક્તિના સદાચરણથી ધારણ થતી જાય. પછી કોઈ પણ આધારિત પરિસ્થિતિ, કે વસ્તુ, કે માર્ગદર્શન આપતી વ્યક્તિ, અથવા સાત્ત્વિક શબ્દોના કહેણ, તે સારાં કે ખરાબ છે, એવી સરખામણીમાં મનનું ભટકવાનું ઓછું થાય, ત્યારે સ્વાનુભૂતિની અંતર યાત્રાનો ધ્યેય દૃઢ થાય. જગતમાં સર્વત્ર સર્વે કૃતિઓમાં પ્રભુની ઊર્જાની ચેતના હાજરાહજૂર છે એવી પ્રતીતિથી જીવન જીવીએ, તો ચેતનાની સાત્ત્વિક ગુણિયલતા મનોમન ધારણ થતી જાય. પછી સ્વભાવનું પરિવર્તન સહજતાથી થાય. અર્થાત્ પોતાના સ્વભાવની ત્રુટિઓનો, ખોટ કે ખામી જોવાની નકારાત્મક દોષિત દૃષ્ટિનો એકરાર જો મન કરે, તો પશ્ચાત્તાપ સ્વરૂપે સ્વયંના આત્મ સ્વરૂપથી પરિચિત થતું જાય. કારણ જે રીતે કોઈ વસ્તુ કે વ્યક્તિને દોષિત વિચાર-વર્તનથી મન જો પરિચિત થતું જાય તો, એનાંથી મુક્ત થવાના માર્ગે પ્રયાણ થઈ શકે. જેમ પોતાના શરીરને રોગ કે દર્દની પીડા થાય, ત્યારે આપણે એ રોગથી જાણકાર થવાનો પ્રયત્ન કરીએ છીએ. જાણકાર થવામાં રોગથી મુક્ત થવાનો ઉપચાર થાય, તેમ પોતાની સ્વભાવગત ભૂલોથી જાણકાર થવામાં દોષિત વર્તનથી મુક્ત થવાં જવાય. સંકુચિત માનસનું આવરણ જેમ જેમ ઓગળે, તેમ તેમ મનની પારદર્શકતા વધતી જાય. એટલે અવરોધ વગરની સ્થિતિમાં જેની સાક્ષાત્ હાજરી છે, તે પ્રભુની પ્રતીતિ સહજતાથી થાય. જેમ મીઠાવાળાં પ્રવાહીમાં મીઠાના કણોને જોઈ ન શકાય, પણ તે પ્રવાહી સૂર્યના પ્રખર કિરણોથી જ્યારે સૂકાઈ જાય, ત્યારે મીઠાના કણોને જોઈ શકાય છે, તેમ વૃત્તિ-વિચાર-વર્તનના રોજિંદા જીવનના પ્રવાહમાં પ્રભુની સાક્ષાત્ હાજરી અનુભવાતી નથી. પરંતુ દોષિત સ્વભાવથી મુક્ત થવાનો પશ્ચાત્તાપનો અગ્નિ જો જાગે, તો દોષિત વૃત્તિ-વિચાર-વર્તનનો અવરોધ ઓગળતાં મનની ગુણિયલ વિશુદ્ધતાને જાગૃત થવાની મોકળાશ મળે અને પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ આપમેળે થાય. પ્રભને પ્રાર્થનાપૂર્વક વિનંતિ કરતાં રહીએ,

 

હે નાથ! મારા મનને વિચારવાની શક્તિ આપ હર ારે નવીન અર્પી છો;

છતાં આપની શક્તિને અહોભાવથી સ્વીકારવાનું ભૂલીને હું જીવું છું;

મારી ભૂલોનું દર્શન કરાવવાની કૃપા ધરી, હવે આપના પ્રકાશિત દર્શન કરાવો;

 પ્રકાશિત દર્શન વગર મન મુરઝાઈ જશે, તો આ જન્મારો નિષ્ફળ જશે.!!

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
કે ક્યાંક તારી યાદ ન ભૂલાય...

આપણે કોઈ વસ્તુને જોઈએ કે વ્યક્તિને મળીએ ત્યારે આંખોથી સંબંધ થાય, પછી બીજી ઈન્દ્રિયોના સહારે મન જાણકાર થાય. આંખ ઈન્દ્રિયથી જે પણ દશ્યમાન સ્થિતિ સાથે સંબંધ બંધાય, તે સંબંધિત સ્થિતિનો સ્વીકાર મન સહજતાથી કરે છે. જો તે દૃશ્યમાન સ્થિતિથી મન પણ અજાણ હોય, તો તેને જાણવાનો પ્રયત્ન કરવાનું મનને સમજાવવું ન પડે. દુન્યવી પરિસ્થિતિને જાણવા મન હંમેશ ઉત્સુક રહે છે. એટલે માનવીની આંખોને આકારિત કૃતિઓ જોવાની આદત પડી ગઈ છે. માત્ર વસ્તુ-વ્યક્તિના આકારોને જોતી દૃષ્ટિનો કોઈ આકાર નથી. એ જ રીતે આંખોથી જોઈ શકાય એવાં ખાધ્ય પદાર્થોનો સ્વાદ જીભ ઈન્દ્રિયના સહારે માણીએ છીએ, પણ તે સ્વાદનો કોઈ આકાર નથી. અર્થાત્ આકારિત જગતની સ્થૂળ પ્રક્રિયાઓ પાછળ નિરાકારિત સૂક્ષ્મ ક્રિયાઓ સતત થયાં કરે છે. તે સૂક્ષ્મ ક્રિયાઓના લીધે જ સ્થૂળ દશ્યમાન પ્રક્રિયાઓ થઈ શકે છે. આવું વાસ્તવિક સત્ દર્શન ગ્રહણ થાય, ત્યારે મનનું ભક્ત સ્વરૂપનું કૌશલ્ય જાગૃત થતું જાય.

 

ભક્ત એટલે માત્ર ભજન ગાય કે સ્તુતિ કર્યા કરે, એટલું સીમિત આચરણ ભક્તિનું ન હોય. એ તો પોતાની જવાબદારીનું કર્તવ્ય કરતાં કરતાં જ પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ થતી રહે એવાં ભક્તિભાવથી જીવવાનો પુરુષાર્થ કરે. માનવી જો આવાં પુરુષાર્થથી જીવે, તો રાગ-દ્વેષના નકારાત્મક સ્વભાવનું પરિવર્તન થાય અને માત્ર આકારિત જગતને જોતી મનોદષ્ટિ બદલાતી જાય. પોતાના આકારિત શરીરને, કે આકારિત કૃતિઓને જોવા ટેવાયેલી મનોદૈષ્ટિ જ્ઞાન-ભક્તિના પ્રભાવથી જેમ જેમ બદલાતી જાય, તેમ તેમ સત્ દર્શન ગ્રહણ થતું જાય, કે પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીના લીધે આંખોથી જોઈ શકાય છે. સર્વવ્યાપક પ્રભુની ઊર્જાની ચેતના રૂપી સાગરમાં દરેક આકારિત કૃતિઓ તરે છે-જીવે છે. અર્થાત્ ઊર્જાની ચેતનાના આધારે તન-મનના દેહની કૃતિઓ સર્જાય છે અને સર્જાયેલી કૃતિઓ તેના જ સહારે જીવંત જીવન જીવી શકે છે. તેથી જ આપણે સૌ ઊર્જાની ચેતનાના પ્રકાશથી એકબીજાને જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. આવી સત્ દર્શનની સ્પષ્ટતાથી જિજ્ઞાસુ ભક્ત ઇન્દ્રિયગમ્ય પ્રવૃત્તિઓ કરતો રહે અને જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ કરતો રહે.

 

પ્રભુની પ્રતીતિ રૂપે ભક્તનું મન સ્વમય ચિંતનમાં ઓતપ્રોત થતું જાય, ત્યારે સાંપ્રદાયિક વિચારોની વાડીથી મુક્ત થાય અને સ્વયંની સ્વાનુભૂતિ કરાવતી અંતરભક્તિમાં તલ્લીન થાય. પછી અમુક સાંપ્રદાયિક ધર્મના વિચારો ઉત્તમ છે અથવા નથી, એવી ભેદ ટિપ્ટ ઓગળતી જાય. જ્યાં સરખામણી કરવાની ભેદ દૃષ્ટિ ઓગળી ગઈ હોય, ત્યાં જ વિચાર રહિત મૌન સ્થિતિ સ્વયંભૂ જાગે છે. તેથી ભક્ત કદી આધ્યાત્મિક વિચારોની ટીપ્પણી (ટીકા અથવા ટૂંકી નોંધ) ન કરે, કે સારા-ખરાબના તોલમાપ ન કરે. ભક્તનું મન તો વિશુદ્ધભાવનાં સ્પંદનોથી છલકાતું હોય, એટલે આત્મીય ચેતનાની મૂળભૂત સ્થિતિને તે અનુભવે છે. પોતાના મૂળ તરફની અંતરયાત્રા થાય, ત્યારે પ્રકાશ દર્શનની સૂક્ષ્મ દૃષ્ટિનો સ્વયંભૂ આવિર્ભાવ થાય. પછી આકારિત કૃતિઓને જોતી વખતે એનાં બાહ્ય રૂપ રંગની ખોટ કે ઉણપ ન દેખાય, પણ આકારમાં સમાયેલી પ્રભુની પ્રકાશિત ચેતનાની પ્રતીતિ થાય. આવી પ્રકાશિત દર્શનની પ્રતીતિનો આનંદ અવર્ણનીય હોય છે. તેને શબ્દોની ભાષાથી દર્શાવી ન શકાય. એવાં સ્વાનુભૂતિના આનંદને વારંવાર માણવા માટે ભક્ત તો દર્શન માટે પ્રભુને વિનંતિ કરતો રહે અને ક્ષમા માંગતો રહે, કે દર્શન કરતી વખતે આપને પ્રણામ પણ કરી શકતો નથી...!

 

હું તો જોતો ને જોતો રહી જાઉં છું, પ્રભુ તારા દર્શન જ્યારે જ્યારે થાય...

હું તો હાથ ના હલાવી શકું મારા હે નાથ, મને ક્ષોભ બહુ થાય, તને પ્રણામ પણ ના કરી શકાય...

તારા દર્શન માટે બહુ રાહ જોવાય અને પ્રીતની નદીઓ બહુ ઊભરાય, મને આવા દિવસો કેમ તું લાય....

 

 

જ્યારે મનમાં શંકા કુશંકા બહુ જ થાય, એવા વિચારોના વમળમાં કેમ રે રહેવાય, કે ક્યાંક તારી યાદ ના ભૂલાય...

 

દર્શન રૂપે આરંભમાં પોતાના ઈષ્ટદેવના કે અવતારી વિભૂતિઓના, અથવા મહાન ઋષિઓના દર્શન થાય. એવાં દર્શન સ્વરૂપે તેઓના દિવ્ય ચૈતન્યની ગુણિયલતાનું પૂરણ થાય. જે મનની નિરાકારિત સ્થિતિને નિઃસ્વાર્થ ભાવની પારદર્શકતા ધારણ કરાવતી જાય. દર્શનની ક્ષણે વિચારોનું મૌન હોય છે. એટલે દર્શન કરું છું, એવાં વૃત્તિ-વિચારો ન હોવાંથી, બે હાથ વડે પ્રણામ કરવાની પ્રક્રિયા પણ થતી નથી. અંતરધ્યાનમાં ઘણીવાર અવનવાં રંગોનો પ્રકાશ દેખાય. તે ક્ષણે જો વિચારોના ડોકિયાં શરૂ થાય કે આ ભૂરો રંગ છે, અથવા ગુલાબી રંગનો પ્રકાશ છે, તો તે દર્શન નથી પણ ઝાંખી છે. આરંભમાં ઝાંખી થાય પછી પ્રકાશિત દર્શનની પારદર્શકતા ધારણ થાય.

 

ઝાંખી એટલે ઝાંખો પ્રકાશ અને દર્શન એટલે તેજસ્વી પ્રકાશ. વિચારોનું મૌન જેમ જેમ થતું જાય, તેમ તેમ ઝાંખો પ્રકાશ સ્પષ્ટ રૂપે સુદર્શિત થાય. જ્યારે સુવર્ણ રંગના પ્રકાશની, કે શ્વેત રંગના પ્રકાશની ભવ્ય જ્યોતના દર્શન થાય, ત્યારે આત્મ સ્થિત કરાવતી એકમની લય ધારણ થાય અને ભક્તનું અસ્તિત્વ બની જાય આત્મીય ચેતનાનું પાવન ધામ. એવાં પાવન ધામમાંથી વહે પ્રીતની દિવ્ય ધારા. એવાં જ્ઞાની ભક્તનું સાંનિધ્ય મળવું દુર્લભ છે અને જો મળી જાય તો સાંનિધ્યમાં રહીને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવા મળે, તો મનુષ્ય જન્મનો હેતુ સિદ્ધ થાય અને સ્વ ભક્તિની અણમોલ ગતિ ધારણ થાય. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ, કે આ જન્મનો ફેરો સફળ થાય એવી અંતરભક્તિમાં ઘ્યાનસ્થ કરી, દર્શનનું અનન્ય ધન અર્પણ કરતાં રહેજો.

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

 

Read More
book img
વ્યવહારિક જગત અને લોકલાજની ઓઢણ

જિજ્ઞાસુ ભક્ત જાણે છે કે જીવંત જીવન રૂપે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાની તક મળી છે. એટલે ભક્ત પરમ કૃપાળુ પરમાત્મ શક્તિનો આભાર માનતો રહે. કારણ જે શક્તિ જીવંત જીવન જીવાડે છે, તેના ભગવત્ ભાવને સદાચરણ રૂપે અનુભવવાનો જ્યારે મોકો મળે, ત્યારે સ્વયંના આત્મ સ્વરૂપમાં એકરૂપ કરાવતી અંતરયાત્રા થાય છે. ભગવત્ ભાવની પ્રભુની આત્મીય ચેતનાની અનુભૂતિમાં તરવાનો મનથી નિશ્ચય થવો જોઈએ. માનવ મનની એવી વિશિષ્ટ પ્રકારની દઢતા છે કે એકવાર જે પણ કાર્ય કરવાનો નિશ્ચય કરે, તે કાર્યને મન યેનકેન પ્રકારેણ કર્યા વગર રહેશે નહિ. મનની આવી નિશ્ચયાત્મક વૃત્તિની વિશેષતાથી જો મનુષ્ય જન્મનો ફેરો સફળ થાય એવી અંતરયાત્રા કરીએ, તો પ્રેમ, સંતોષ, કરૂણાભાવને પ્રસરાવતું પરમાર્થી જીવન જીવાય. પ્રેમભાવની નિખાલસતાથી બીજા જિજ્ઞાસુ માનવીને જ્ઞાન-ભક્તિનું પાન કરાવી શકાય. જેથી સમાજમાં પ્રેમભાવની સુમેળતા પ્રસરતી રહે. તેથી જ્ઞાન-ભક્તિના અનંત આત્મીય સ્તરોમાં વિહાર કરવા માટે ભક્ત હંમેશા પ્રભુને વિનંતિ કરતો રહે છે.

 

હે જી મારા નેધારાનો આધાર, ગરુડે ચઢીને વહેલા પધારજો...

 

સઘળાં વાજિંત્રો લઈને તમે આવજો, ભક્તિ કરવા આવી અમને શિખવાડજો... નહિ જો પ્રભુ આવો તમે ભક્તિ અમને કોણ કરાવશે, નિર્ધારિત સમયે આવી આમંત્રણ સ્વીકારો... ભક્તિ અમને આવડે નહિ વિનંતિ કરીએ અમે, તમે આવી શિખવાડીને ભક્તિનું આસન વાળો.. તમારા ચરણો ધોવા ભક્તો ભેગા થયાં છૈયે, આ સમયે પ્રગટો પ્રભુ ભક્તો ઝૂરી રહ્યાં છેયે..

 

પ્રભુની ભગવત્ ભાવની શક્તિ એટલે કે ભક્તિનું આસન છે સ્વયંનું આત્મ સ્વરૂપ. આત્માના અનંત સ્તરોમાં વિહાર કરવા માટે પ્રભુની ગતિ જોઈએ. તે ગતિને ઋષિઓએ ગરૂડ પંખીની ઉપમા આપી છે. જેનો ભાવાર્થ એવો છે, કે જ્યાં મિથ્યાભિમાનનો, ભ્રાંતિનો અથવા હું ભક્ત છું એવાં અહમ્ ભાવનો પણ ગરૂર ન હોય, ત્યાં આત્માના અનંત સ્તરોનું દિવ્ય ગુણોનું પ્રભુત્વ સ્વયંભૂ પ્રકાશિત થતું રહે છે. હરક્ષણનું નવીન ગુણોનું પ્રભુત્વ છે નેતિ નેતિ સ્વરૂપનું. એવી નિત્ય નવીનતામાં એકરૂપ થવાં માટે વિષ્ણુ મતિની (ડીવાઈન વીઝડમ) ગરૂડ ગતિ જોઈએ. તેથી ભક્ત પ્રભુને વિનવતો રહે, કે આપનો નવચેતનનો શ્વાસ ધરો. પ્રભુનો નવચેતન રૂપી વાજિંત્રોનો ધ્વનિ જ્યારે ભક્તની નિશ્ચયાત્મક વૃત્તિમાં ૐકાર નાદનો

 

સૂર પૂરે, ત્યારે ભવોથી મન પર પથરાયેલું કર્મ સંસ્કારોનું આવરણ છેદાતું જાય. પ્રભુના ૐકાર સૂરને ઝીલવો, એ કોઈ કાનથી સાંભળવા જેની સરળ વાત નથી અથવા પ્રભુની ભગવત્ ભાવની શક્તિનો જે ઊર્જા સ્ત્રોત છે, તેને ઝીલવો એટલે કે દેહના અણુએ અણુમાં સાત્ત્વિક ગુણોની ઊર્જા શક્તિ પ્રગટ થાય, ત્યારે તે વિદ્યુતિ સ્પંદનોને ઝીલવા સહેલ નથી. તેથી ભક્ત પોતાને નિરાધાર (નેધારા) સમજી, જ્ઞાન-ભક્તિના પથ પર પળે પળે વિનંતિ કરતો રહે છે. જેથી અહંકારી વૃત્તિઓનું સમર્પણ થતું રહે અને અહંકાર ન જન્મે તે માટે એ પ્રભુને વિનવે, કે ભક્તિનું આસન વાળીને ભક્તિ શીખવાડો. શીખવું એટલે માત્ર શબ્દોથી જાણવું નહીં, પણ આચરણ રૂપે અનુભવવું. જેમ બાળપણમાં સાઈકલ ચલાવવાનું શીખ્યાં એટલે મોટા થયાં પછી મોટી સાઈકલ ચલાવવાનું સરળતાથી શીખી ગયાં; તેમ જ્ઞાન-ભક્તિની અંતરયાત્રામાં પ્રભુની દિવ્ય ચેતનાનું જો પુરણ થાય, તો અસ્તિત્વ બને ભક્તિનું આસન. પછી અનંત સ્તરોનો વિહાર કરાવતો પ્રભુનો દિવ્ય ભાવ પુરાતો રહે, ઝીલાતો રહે અને અનંત યાત્રા થતી રહે.  પરંતુ જેમ નવી સાઈકલ ખરીદીને એને માત્ર જોવાની નથી, કે બીજાને જણાવવાનું નથી કે મેં નવી સાઈકલ ખરીદી છે. સાઈકલને જોઈને ખુશ નથી થવાનું, પણ ખુદ ચલાવવાની હોય; તેમ જ્ઞાન-ભક્તિની અંતરયાત્રા રૂપે સ્વભાવ બદલાય, અહમ્ વૃત્તિઓનું સમર્પણ થાય, મનની વિશાળતા પછી હૃદયભાવની નિર્મળતા રૂપે જાગૃત થાય, તે છે ભક્તિનું શીખવું. જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાનું જિજ્ઞાસુ ભક્ત જ્યારે શીખતો હોય, ત્યારે પ્રારબ્ધગત જીવનની ઘટનાઓનો અવરોધ ક્યારેક તરવાની ગતિને મંદ કરી દે, અથવા તરવાનું અટકાવી સંસારી વિચારોના કિનારે બેસાડી દે. એવાં અવરોધક સમયમાં પ્રભુની ગરૂડ ગતિનો જો સહારો મળે તો અંતરયાત્રા ગતિમાન રહે. તેથી ભક્તના હૃદયભાવનાં ઊંડાણમાંથી વિનંતિનો સૂર રેલાતો રહે છે.  જે ભક્તના હૃદયમાં પ્રભુની ગતિમાં સમાઈ જવાનો વિનંતિભાવ હોય, તે કદી અહંકારી વર્તન વિચારના મોહરા પહેરીને ન જીવે. જો ભૂલમાં પણ અહંકારી વૃત્તિના ડોકિયાં થાય, તો પશ્ચાત્તાપના અગ્નિને પ્રબળ કરી, એ તો પ્રભુની માફી માંગશે કે, “હે પ્રભુ, આપની સાત્ત્વિક ભાવની ઊર્જા ધારામાં મારા અહંકારી વર્તનનો કચરો પડે છે, છતાં પણ આપની એ પાવન ધારામાં આપ મુજને અવિરત સ્નાન કરાવતા રહો છો! એ સ્નાન સ્વરૂપે શ્વાસનું દાન અર્પી છો. છતાં અહંકારી રાગ-દ્વેષાત્મક વર્તનનાં ડોકિયાં કેમ થયાં કરે છે? શું આપના પ્રકાશિત દર્શન કરવાની, કે આપનામાં એકરૂપ કરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિને મેં ગુમાવી દીધી છે? વ્યવહારિક જગતમાં બધાં લોકલાજની ઓઢણી પહેરીને ફરે છે. પરંતુ આપની કૃપાથી જ્યારથી ભક્તિમાં તરવાનું આપે શીખવાડ્યું, ત્યારથી તે ઓઢણીને ફગાવી, આપના નામ સ્મરણની ચુંદડી ઓઢી છે...  ...ચુંદડી પહેર્યા પછી પણ જો અહંકારી વૃત્તિનો કચરો થાય, તો કૃપા કરી મુજ અબુધનો સંગાથ છોડતાં નહીં. આપની ગરૂડ ગતિથી આપના દિવ્ય પ્રીતના શૂન્ય અવકાશમાં ઉડ્ડયનની તૃપ્તિ ધરજો. માતા પિતા-શિક્ષકોએ પ્રેમભાવથી જે ઉછેર કર્યો, તેનાં પરિણામ રૂપે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાનો મોકો મળ્યો. હવે તે મોકો ગુમાવીને પાછું વ્યવહારિક જગતનાં વિચારોમાં આળોટવું નથી. મા-સરસ્વતીની કૃપાથી અક્ષર શબ્દોનો ભાવાર્થ ગ્રહણ થાય છે, પણ હવે આત્મજ્યોતના પ્રકાશથી આપના આદિ મહાસાગર તરફ પ્રયાણ કરાવો. આપના સંગાથમાં, આપના દિવ્ય ચૈતન્યના સંગીની બની, આપની સાથે તરવું છે. એવી ઈચ્છા આપની કૃપાથી જાગી છે, એટલે તે પરિપૂર્ણ થશે એવી શ્રદ્ધાના દીવાને પ્રગટેલો રાખજો.''

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
ન ગમે મને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવું.

આપણે મનુષ્ય આકાર ધારણ કર્યો છે એટલે કોઈક સુષુપ્ત સાત્ત્વિક સંસ્કારો જાગૃત થયાં છે, અથવા પરભવના પુણ્યનું ફળ મળ્યું છે, જેથી અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓને તૃપ્તિનો રાહ મળી શકે. સૂક્ષ્મ ઈચ્છા વૃત્તિઓ જો તૃપ્ત થવા માટે મનુષ્ય દેહને ધારણ કરતી હોય, તો જીવનનો મહિમા કે તાત્પર્ય જીવતાં જ જાણવું જોઈએ. દરેક મનુષ્યએ એટલું તો જાણવું જ જોઈએ, કે કર્મ શું કામ કરવું પડે છે? કર્મનું બંધન શું છે? કર્મ-ફળની પ્રક્રિયાનું જીવન કયા કારણથી જીવવું પડે છે? કારણભૂત કર્મસંસ્કારોની ઈચ્છાવૃત્તિઓ કેવી રીતે જન્મે છે? કર્મ સંસ્કારોનું આવરણ એટલે શું? તે આવરણનો અવરોધ કેવી રીતે દૂર થાય? મનુષ્ય જન્મનો યથાર્થ ઉદ્દેશ જો આવરણને વિલીન કરવાનો હોય, તો મન શું કામ રાગ-દ્વેષનાં બંધનમાં જીવે છે? કર્મ સંસ્કારોની બીજી નવી ગાંઠો ન બંધાય, તે માટે પ્રેમભાવની સુમેળતાથી જીવવા માટે સાત્ત્વિક ભાવની જાગૃતિ કેવી રીતે થાય?

 

જીવંત જીવનનો મહિમા જાણવાની આવી જિજ્ઞાસા જે મનમાં જાગે, તે છે જિજ્ઞાસુ ભક્ત, જે જિજ્ઞાસાને સંતોષવા માટે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતો આધ્યાત્મિક સત્સંગ કરતો રહે છે. કર્મ ફળની પ્રક્રિયાના જીવનનું રહસ્ય જિજ્ઞાસુ ભક્ત જેમ જેમ સમજતો જાય, તેમ તેમ એને મનુષ્ય જન્મની અમૂલ્યતા પરખાતી જાય. કર્મ સંસ્કારોનાં આવરણને છેદવા માટેનો પુરુષાર્થ કરવો એ સરળ વાત નથી. વૃક્ષ પોતે પોતાના મૂળને કાપે એવો એ પુરુષાર્થ છે અને એવો પુરુષાર્થ થઈ શકે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિનાં સદાચરણથી. જિજ્ઞાસુ ભક્ત માટે જ્ઞાન-ભક્તિના માર્ગે પ્રયાણ કરવું સરળ છે, પણ સામાન્ય મનની કક્ષાને તે મુશ્કેલ લાગે છે. કારણ એવા પ્રયાણમાં સંસારી ઈચ્છાઓને, રાગ-દ્વેષના વિચારોને રુખસદ આપવી પડે. તેથી માનવીને જ્ઞાન-ભક્તિના સત્સંગની લગની લાગતી નથી. વાસ્તવમાં લગની લગાડવાનો કોઈ કીમિયો (યુક્તિ) નથી. કારણ મન પોતે જ કીમિયાગાર (કાબેલ) છે. અર્થાત્ માનવીમાં જિજ્ઞાસા જાગૃત થવી જોઈએ અને તે માતા-પિતા તથા શિક્ષકોના સંસ્કારી સિંચનથી પ્રભુ કૃપા રૂપે જાગી શકે છે.

 

કીમિયાગાર મન પોતાના ઈચ્છિત પદાર્થોને ભોગવવા માટે, એની પ્રાપ્તિ માટે આકાશ પાતાળ એક કરી શકે છે, અર્થાત્ મહેનત કરવામાં પાછી પાની કરતું નથી. જેમ એક કીડી પોતાના વજન કરતાં પણ વધુ વજનવાળો સાકરનો કણ ઊંચકી શકે છે, તેમ પોતાના કર્મ સંસ્કારોના આવરણનો ભાર માનવીનું મન ઊંચકે છે. જિજ્ઞાસુ ભક્તનું મન આવરણનો ભાર સહન કરી શકતું નથી. તેથી આવરણનો ભાર હળવો કરવા તે જ્ઞાન ભક્તિની સરિતામાં તરતો રહે છે. ભક્તને ઈન્દ્રિયગમ્ય પદાર્થોના ભોગ રૂપી ખારા પાણીમાં તરવું ન ગમે. નાશવંત પદાર્થોના ભોગથી મળતા સુખમાં જ સંતોષ કે તૃપ્તિ છે એવી અજ્ઞાની માન્યતાના લીધે માનવીને ખારા પાણીમાં તરવું ગમે છે. જિજ્ઞાસુ ભક્ત તો જ્ઞાન-ભક્તિની સરિતાના નિર્મળ જળમાં નિષ્ઠાપૂર્વક તરતો રહે અને પ્રારબ્ધગત કર્મોના હિસાબ પૂરાં કરવા માટે જો ખારા પાણીમાં તરવાનું થાય, તો જ્ઞાન-ભક્તિના પાવન સંસ્મરણોથી તરે, જેથી ખારા પાણીથી અલિપ્ત રહી શકાય એવાં સ્વમય ચિંતનનો સહારો મળી શકે અને ખારા પાણી માટે દ્વેષ કે તિરસ્કાર ન જન્મે એવો સદ્ભાવ જાગૃત થતો જાય.

 

હું તો ખારા પાણીનો તરવૈયો, મુજને તે પ્રિય ઘણો, ન ગમે મને જ્ઞાનભક્તિની સરિતામાં તરવું; ન પ્રભુ કૃપાની વર્ષા ભલે વરસે, પણ હું તો સ્પર્શ ખારા પાણીને અને ભોગ મસ્તીમાં રહું; મુજ તરવૈયાને સરિતાના વહેણ વિનવે, છતાં એનાંથી દૂર રહેલાં કિનારે હું બેસી રહું; ભક્તની જેમ ખારા પાણીથી અલિપ્ત રહેવું ન ગમે, મને તો ગમે સુખ દુઃખમાં આળોટવું...

સરિતા પાસે ઊભા રહીને પણ એની છાલકથી ભીંજાય નહિ જવાય એવી તકેદારી રાખે, તે છે સંસારી મન અને જિજ્ઞાસુ ભક્તનું મન માત્ર ભીંજાય નહિ, પણ સરિતમાં તરતાં તરતાં ઊંડાણમાં જવાય, એવી વિનંતિ પ્રભુને કરતો રહે છે. જેથી પ્રભુના અનંત ગુણો રૂપી મહાસાગરના તરવૈયા બનાવતી એકમની લય ધારણ થઈ શકે. તેથી તે તન-મનની ક્રિયાઓનો સૂક્ષ્મ ભાવાર્થ ગ્રહણ કરવાનો પુરુષાર્થ કરતો રહે છે. શરીરના અંગોની ક્રિયાઓ સાત્ત્વિક ભાવની ઊર્જાના લીધે સતત થઈ શકે છે. તે સત્યને જાણ્યાં પછી ભક્તને ભાવાર્થ રૂપે સમજાતું જાય, કે જે અન્ન ખાધું તેનું પાચન થતાં અત્રમાં સમાયેલું સત્વ પછી લોહીમાં ભળે છે અને સત્વ વિહીન થયેલાં અન્નનો પદાર્થ મોટા આતરડાં દ્વારા બહાર કાઢી નાખવામાં આવે છે. એ જ રીતે જે પણ કર્મ થાય તે જો અકર્તા ભાવથી, અલિમ ભાવથી થાય, તો કર્મની ક્રિયા રૂપે ઊર્જા શક્તિમાં સમાયેલું પ્રભુનું સત્ત્વ ધારણ થાય અને સાત્ત્વિક ભાવની જાગૃતિ ધારણ થાય.

 

આમ જીવનમાં કર્મ તો બધા કરે છે, પણ ઊર્જા શક્તિમાં સમાયેલું પ્રભુત્વ ધારણ થાય તે મહત્વનું છે. કર્મ રૂપે થતાં રાગ-દ્વેષાત્મક વિચાર વર્તનમાં પ્રભુનું સત્ત્વ પ્રગટ થઈ શકતું નથી. રાગ-દ્વેષાત્મક અહંકારી સ્વભાવનો કચરો બહાર કાઢવા માટે આંતરડાંની જેમ ત્યાગ ભાવની મહત્તાને મન જો સ્વીકારે, તો વસ્તુ વ્યક્તિના મોહથી, માલિકીભાવથી મુક્ત થતાં જવાય. જો હું મારી આંગળીઓનાં નખને કાપી શકું છું, તો મારા કર્મ સંસ્કારોના આવરણને પણ છેદી શકવાનું સામર્થ્ય મનની ભીતરમાં સમાયેલું છે, જે જ્ઞાન-ભક્તિના સદાચરણથી જાગૃત થાય. પછી આવરણોનો ભાર હળવો થતાં સાત્ત્વિક ભાવની જાગૃતિથી અંતરયાત્રા થાય. જીવતાં જ અંતરયાત્રા કરવાની હોય, બાકી દર વરસે શરીરની વરસગાંઠ ઉજવવામાં મનનો સાત્ત્વિક ભાવ પ્રગટતો નથી!!

 

સંકલનકર્તા- મનસ્વિની કોટવાલા

Read More