મારા સારથિ બની અંતર સ્થિત કરો
આપણાં સૌનાં જીવનમાં કે પ્રકૃતિ જગતમાં અકારણ કંઈ પણ થતું નથી. જે પણ કાર્ય રૂપે પ્રવૃત્તિ થાય છે. તેની પાછળ કારણભૂત સ્થિતિ જવાબદાર હોય છે. જગતમાં થતી કોઈ પણ પ્રવૃત્તિઓ કારણ-કાર્યની ક્રિયાથી થતી રહે છે. તેથી અકારણ કંઈ થતું નથી અને થશે પણ નહિ એવી સ્પષ્ટ સમજ સાથે ભક્ત જીવે છે. ભક્તના મનમાં કર્મ-ફળના સિદ્ધાંતની એટલે કારણ-કાર્ય રૂપે થતી ક્રિયાઓની સ્પષ્ટ સમજ અંકિત રહે છે. તેથી કરેલા કર્મોના પરિણામ રૂપે વર્તમાન સમયમાં વર્તન રૂપે જે ક્રિયા થાય, તેને ભક્તિભાવની નિષ્ઠાથી ભક્ત કરતો રહે છે. જેથી મનની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓને તૃપ્તિનો રાહ મળે અને મન શાંત ચિત્તે સ્વયંને જાણવાની અંતર યાત્રા કરી શકે. ભક્તિભાવની નિષ્ઠાથી કર્મ કરવું એટલે પ્રેમભાવ, અર્પણભાવ, આદરભાવ, સહકારભાવ વગેરે ભાવની સાત્ત્વિકતાથી કર્મ થાય, તો અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનો સામાન ઘટતો જાય અને કરેલાં કર્મોના હિસાબ પૂરા થતાં જાય.
અતૃપ્ત વૃત્તિઓ રૂપી કારણભૂત સ્થિતિના લીધે વિચાર-વર્તન રૂપે કાર્ય પ્રગટે છે. તે કારણભૂત સ્થિતિ જ્યારે ભક્તિભાવની નિષ્ઠાથી સાત્ત્વિક વિચાર-વર્તનના કાર્યને પ્રગટાવે, ત્યારે મનનો અતૃપ્તિનો સ્વભાવ બદલાતો જાય અને સાત્ત્વિક પરમાર્થી સ્વભાવની ગુણિયલતા પ્રગટતી જાય. પરમાર્થી ગુણિયલતા છે મનની ભક્ત સ્વરૂપની સમર્થતા. એવી સમર્થતા દરેક માનવીના મનમાં સમાયેલી છે. પરંતુ અતૃપ્ત મનની અજ્ઞાનતાના લીધે સ્વયંની સમર્થતા મનોમન ઢંકાયેલી રહે છે. અજ્ઞાનતાના લીધે માનવી પોતાને જન્મ લેનારો અને મૃત્યુ પામનારો શરીરનો આકાર માને છે. પોતે આકારિત શરીર છે એવી માન્યતાના લીધે માનવી પોતાના સ્વ સ્વરૂપથી અજાણ રહે છે અને પ્રભુ સાથેના આત્મીય સંબંધની સાત્ત્વિકતાને અનુભવી શકતો નથી. પ્રભુ સાથેની ઐક્યતાના લીધે કારણ-કાર્યની ક્રિયાઓનું જીવન જીવી શકાય છે એવી સૂક્ષ્મ સમજનું કૌશલ્ય જો જાગે, તો પ્રભુની ગુણિયલતાને ભક્તિભાવની નિષ્ઠા રૂપે અનુભવી શકાય.
દૂધમાં જેમ ઘી સમાયેલું છે પણ ઘીનું પ્રત્યક્ષ દર્શન કરવું હોય તો દૂધને ગરમ કરીને ઠંડુ કરવું પડે, પછી મલાઈના પડને કાઢીને વલોવવું પડે. સારી રીતે વલોવાયાં પછી માખણ છૂટું પડે અને તે માખણને ગરમ કરવામાં આવે ત્યારે ઘીનું પ્રત્યક્ષ દર્શન થઈ શકે. એ જ રીતે માનવી મનમાં પ્રભુની આત્મીય ચેતના સમાયેલી છે. તે દિવ્ય ચેતનાની ગુણિયલ પ્રતિભા વિચાર-વર્તન રૂપે ત્યારે અનુભવાય, જ્યારે શ્રવણ, અધ્યયન, ચિંતન વગેરે સત્સંગની પ્રવૃત્તિઓથી મન રૂપી દૂધ ગરમ થાય. મનનું ગરમ થવું એટલે જ સ્વયંને જાણવાનો તીવ્ર જિજ્ઞાસુભાવ જાગૃત થવો. જિજ્ઞાસુ મન જેમ જેમ મહાભૂતોની પ્રકૃતિ સાથેના પરસ્પર સંબંધને તથા પ્રભુની દિવ્ય ચેતના સાથેના આત્મીય સંબંધને જાણતું જાય, તેમ તેમ મનનો રાગ-દ્વેષાત્મક અહંકારી સ્વભાવનો કોલાહલ શાંત થતો જાય. અદેખાઈ, વેરઝેર, મારું-તારું એવાં વૃત્તિ-વિચારોનો કોલાહલ ઓછો થવો એટલે જિજ્ઞાસુ મન રૂપી દૂધનું ઠંડુ થવું. જિજ્ઞાસુ મન ઠંડુ થાય એટલે પ્રતિકૂળ ઘટનાથી ઉશ્કેરાઈ ન જાય અને અનુકૂળ ઘટનાથી આકર્ષાઈને એમાં જ ઘેરાઈને ન રહે.
મોટેભાગે માનવી મન કોઈ પણ પ્રકારની ઘટનાને પ્રતિક્રિયાથી સ્વીકારે છે. મન સહજ નથી સ્વીકારતું, કે પોતે કરેલાં કર્મોના પરિણામ રૂપે જીવનની ઘટનાઓ ઘડાતી રહે છે. પ્રતિક્રિયાના ઉશ્કેરાટથી જ્યારે વિચાર-વર્તનની ક્રિયાઓ થાય, ત્યારે માનસિક તાણ વધતી જાય અને પોતાની અપેક્ષા મુજબ કાર્ય ન થાય તો ગુસ્સાનો ધુમાડો પ્રગટ થયાં કરે. એવો ધુમાડો મનના સાત્ત્વિક સ્વભાવને પ્રગટવા ન દે, એટલે તાણની તંગ સ્થિતિ મન પર પથરાયેલી રહેતાં, ગુસ્સો, કપટ, દંભ વગેરે નકારાત્મક વિચાર-વર્તનમાં મન ગૂંથાતું રહે છે. જિજ્ઞાસુ ભક્તના મનનો ઉશ્કેરાટ પ્રમાણમાં ઓછો રહે છે. કારણ તે સ્વયંની ઓળખ રૂપે મનની ભક્તિભાવની સાત્ત્વિકતા જાગૃત થાય એવાં પુરુષાર્થથી જીવે છે. એવો પુરુષાર્થ એટલે જ મનને સદ્વિચારોના ચિંતનથી કેળવવું. જેમ દૂધની મલાઈને ખૂબ વલોવીએ અને માખણ છૂટું પડે, તેમ સદ્વિચારોના ચિંતનથી મન વલોવાતું જાય અને સાત્ત્વિક ભાવાર્થ રૂપી માખણ છૂટું પડતાં, ભક્તિભાવની સાત્ત્વિકતા ધારણ થતી જાય.
મનનો તાણભર્યો પ્રતિક્રિયા કરતાં રહેવાનો ઉશ્કેરાટ જેમ જેમ અધ્યયન, ચિંતનથી ઓછો થતો જાય, તેમ તેમ ભાવની સાત્ત્વિકતા જાગૃત થતી જાય. જિજ્ઞાસુ ભક્ત પોતાની ભૂલોથી જાણકાર થઈને સ્વમય ચિંતનથી મનને વલોવતો રહે અને એકરાર કરતો રહે કે," હે પ્રભુ! સાચો નિ:સ્વાર્થ પ્રેમ મેં અનુભવ્યો તારા સ્મરણમાં, તારી ભક્તિભાવના અંતરધ્યાનમાં. એવો પ્રેમ કંઈ વાર તહેવારે યાદ કરવાથી કે ઉપવાસ કરવાથી, કે જપ મંત્ર લખવાથી અનુભવાતો નથી. કારણ જ્યાં સુધી ચિંતનથી મન વલોવાતું નથી, ત્યાં સુધી સાત્ત્વિકભાવ રૂપી માખણ જેવી પ્રેમની સહજતા અનુભવાતી નથી. આપની કૃપાથી સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થાય છે અને સરખામણી કરવાના વિચારો શાંત થતાં જાય છે. હવે ભક્તિભાવની માખણ જેવી કોમળતા આપમેળે પ્રસરે છે અને દરેક પ્રવૃત્તિમાં આપની પ્રતીતિ અનુભવાય છે. આ જીવનમાં અંતરયાત્રા કરાવવા માટે જ તમે મારામાં વસીને, મારા સારથિ બનીને અંતર સ્થિત કરો છો.”
એકરાર સાથેનાં ચિંતનથી મનની સાત્ત્વિક પ્રતિભા જાગૃત થાય, ત્યારે વિચારો ઓછા થતાં જાય અને ભાવનું સંવેદન અનુભવાય. વિચારો રૂપી પગથિયાં જ્યાં હોય, ત્યાં ભાવ રૂપી વહેણની ધારા ન વહે. જેમ નદી કિનારે ઘાટના પગથિયાં ઊતરીએ પછી નદીના પાણીનો સ્પર્શ થાય. ઘાટના પગથિયાં નદીના પાણીથી ભીના થતાં રહે છે. પણ જ્યાં પગથિયાં નથી, ત્યાં પાણીના વહેણની અખંડ ધારા વહે છે, તેમ સાત્ત્વિક વિચારોનાં ચિંતન રૂપી પગથિયાં પરથી પસાર થઈને અંતરધ્યાનની ભાવ ધારામાં મનનું સ્નાન થતું જાય, પછી સ્વાનુભૂતિના દિવ્ય પ્રકાશથી મન બની જાય ભાવની ચેતના, તેને કહેવાય મન રૂપી દૂધમાં સમાયેલ ઘીનું પ્રત્યક્ષ દર્શન થવું. મનનું ભાવ સ્વરૂપનું ચૈતન્ય પ્રગટાવવા માટે શ્રીકૃષ્ણ પરમાત્મા આપણાં મનને વલોવવા પ્રેમભાવની જાગૃતિનું દાન ધરે, ત્યારે જ્ઞાન-ભક્તિના વહેણમાં મન ઝબોળાઈ જાય. પ્રભુને વિનંતિ કરતાં રહીએ કે ગોપીની જેમ આપણું મન વલોવાતું રહે અને અંતર જ્યોતના પ્રકાશમાં પ્રકાશિત થતું રહે.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા