Article Details

મનની અજ્ઞાનતા, વિચારોની ભિન્નતા

દરેક માનવીના મનમાં અતૃપ્ત ઈચ્છાઓની કથા આલેખાયેલી હોય છે અને નવી નવી ઈચ્છાઓની કથા પણ આલેખાતી રહે છે. મનની કથાઓમાં વ્યથાનો સૂર વણાયેલો હોય છે. કારણ ઈચ્છાવૃત્તિઓને તૃપ્તિનો–સંતોષનો રાહ મળતો નથી. સ્વયંથી અજાણ રહેતું અજ્ઞાની અહંકારી મન, અતૃપ્ત ઈચ્છાઓને માલિકીભાવથી, કર્તાભાવથી, રાગ દ્વેષના ભેદભાવથી ભોગવે છે. એટલે અતૃપ્ત ઈચ્છાઓ તૃપ્તિના કે સંતોષના અનુભવ રૂપે વિલીન નથી થતી. અવનવા પદાર્થો અને વિષયોના આકર્ષણને લીધે, તેને ભોગવવાની બીજી નવી નવી ઈચ્છાઓની કથાઓ મનમાં લખાતી રહે છે. આ ઈચ્છાવૃત્તિની(કર્મસંસ્કારોની) કથા અનુસાર વિચાર-વર્તનની સાંકળમાં બંધાયેલું જીવન માનવીને જીવવું પડે છે. સામાન્ય રૂપે આવી કથાઓની વ્યથાથી ઘેરાયેલું મન, બંધનકારક જીવનના દુઃખને ભૂલવા માટે દુન્યવી વિષયોના ભોગમાં ફરતું રહે છે. વિષય ભોગનાં સુખમાં ક્ષણિક શાંતિનો અનુભવ થાય છે. કારણ ઈચ્છિત ભોગની પ્રાપ્તિના આનંદમાં, ભોગવવાની ક્ષણે બીજી વૃત્તિ-વિચારોનો અવરોધ ન હોવાથી, સચ્ચિદાનંદ સ્વરૂપની છાયા મન પર પડે છે અને ક્ષણિક આનંદનો કે શાંતિનો અનુભવ થાય છે. એટલે અજ્ઞાની મન એવું માને છે કે દુન્યવી વિષયોના પદાર્થોમાં સુખ છે, દુ:ખને ભુલાવતી શાંતિ છે, આનંદ છે.

 

મનની આવી અજ્ઞાનતાના લીધે દરેક માનવીના વિચારોની ભિન્નતા છે, દરેક માનવ આકારના રૂપની અલગ હસ્તી છે. અર્થાત્ દરેક મનની અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓના કર્મસંસ્કારો જુદાં જુદાં છે. એટલે જ દરેક માનવીના મનની વિચારવાની, સમજવાની, કે સમજીને ગ્રહણ કરવાની, કે કાર્ય કરવાની રીત ભિન્ન હોય છે. આ હકીકતને સ્વીકારીને જિજ્ઞાસુ ભક્ત જીવન જીવે છે. જિજ્ઞાસુ ભક્ત એટલે જ સ્થૂળ-સૂક્ષ્મના અથવા આકાર-નિરાકારના પરસ્પર સંબ વાસ્તવિકતાને સમજી શકતું મનનું વિશાળ આસન. વિશાળ મનમાં રાગ-દ્વેષના ભેદભાવની કથાઓનું આલેખન ઓછું થાય, એટલે જ્ઞાન-ભક્તિના સત્સંગથી સાત્ત્વિકભાવને ખીલવતાં વૃત્તિ-વિચારોનું આલેખન થતું જાય. સામાન્ય રૂપે સ્વાર્થ અને મારું-તાનુંના નવીના વ્યવહારમાં સાત્ત્વિકભાવની ગુણિયલતા પ્રદર્શિત થતી નથી.

 

એટલે જ્ઞાન-ભક્તિના જિજ્ઞાસુ ભક્ત કરતો રહે. મનનું અંતર Copy અજ્ઞાની મનને મુશ્કેલ લાગે છે. મ સ્વરૂપની પ્રતીતિ કરતો રહે અને સૂક્ષ્મ સમજ રૂપે અંતરગમન વસ્તુ-વ્યક્તિઓની આસક્તિથી મુક્ત થયું. આસક્તિ ત્યારે ઓછી થાય, જ્યારે જ્ઞાન-ભક્તિના સત્સંગ રૂપે આત્મસાત થાય, કે પ્રભુની આત્મીય ચેતનાના લીધે જગતની હસ્તી છે. પછી સર્વે પદાર્થો કે વસ્તુ-વ્યક્તિની ભીતરમાં રહેલી આત્મીય ચેતનાની પ્રતીતિ કરાવતું અંતરગમન થાય, ત્યારે અજાણ મનની અજ્ઞાનતા વિલી જાય અને ચિંતનમાં તે રત થતું જાય. જિજ્ઞાસુ ભક્ત અંતરના સૂક્ષ્મ સ્વરૂપની વાસ્તવિકતાનો સ્વીકાર કરી સંસારી જીવન જીવે. એટલે ભેદભાવ, ઈર્ષ્યા કે સરખામણી કરાવતાં સીમિત વિચારોમાં તે ફરે નહિ. સીમિત વિચારોની અથડામણ ઓછી હોય તો રોજિંદા વ્યવહારિક કાર્યો કરવાનો કંટાળો ન આવે, પણ એટલું સમજાય કે ઈચ્છાઓનું આવરણ ઓગળે છે અથવા એકબીજા સાથેના હિસાબ પૂરાં થાય છે. એવી સમજની પરિપક્વતામાં ભક્ત સંતોષની પ્રસન્નતાને અનુભવે છે.

 

સુખ અને સંતોષને બાહ્ય પદાર્થોમાં શોધતું સંકુચિત મન, ઘણીવાર સંસારી જીવનને સમસ્યાઓનો સમૂહ માને છે. કારણ એવા મનને ઘરમાં કે ઓફિસમાં એકબીજા સાથે સહકારભાવથી સમાધાનપૂર્વક કાર્ય કરવાનું ફાવતું નથી. એટલે અહંકારી સ્વભાવથી અથડામણ થતી રહે છે. અહંકારી, સ્વાર્થી મનને સંબંધોની કિંમત ઓછી હોય, એટલે જલ્દીથી સમાધાન ન કરે, પણ પોતે જે કરે છે તે જ સાચું છે એ પુરવાર કરવા તર્કબધ્ધ દલીલ વધુ કરે અને બીજાનું વર્તન દોષયુક્ત છે એવું પુરવાર કરવામાં સમય પસાર કરે. માનવી જો સમાધાન રૂપી ધનની મહત્તાને જાણે, તો મનમાં સુષુપ્ત રહેલાં સાત્ત્વિકભાવની જાગૃતિ થતી જાય. સમાધાન એટલે જ સમતોલભાવનું ધન. ભક્ત સમતોલભાવ રૂપી ધનના સહારે જીવન જીવે. કારણ સત્ દર્શન રૂપે ભક્તના મનમાં અંક્તિ થયું હોય છે, કે સમતોલ સ્વરૂપની આત્મીય ચેતના છે, જેનાં ઊર્જા વહેણ સર્વેમાં નિરપેક્ષભાવથી સતત વહેતાં રહે છે અને ચેતનાના વહેણને મારું-તારું કે શ્રેષ્ઠ કનિષ્ઠ એવાં ભેદભાવથી પ્રભુ કદી અર્પણ નથી કરતાં.  સમતોલભાવની ચેતનાના અંશ રૂપે માનવીને મનનું વાહન પ્રાપ્ત થયું છે. તેથી જ ભક્ત સમાધાનના ઘનથી જીવન જીવે અને બીજા માનવીના સ્વભાવની ખોટને સ્વીકારી સહકારીભાવથી કાર્યો કરે. એકબીજા સાથે સંકળાયેલી ઘટનાઓનું જીવન આપણે જીવીએ છીએ. તેથી ઘણીવાર પોતાની સચ્ચાઈનો પુરાવો ન આપી શકાય, ત્યારે સમાઘાન કરવું ઉચિત ગણાય. જ્યાં સમાધાન રૂપી ધનનો વપરાશ ઓછો, ત્યાં હઠીલા સ્વભાવનો આક્રોશ હોય, જેનાથી સંબંધોમાં ઘર્ષણ વધતું જાય. મન પછી એવી માન્યતામાં બંધાયેલું રહે કે સંસારી સંબંધોને સાચવવામાં ઘસાઈ જવું પડે છે. સંઘર્ષની અથડામણમાંથી મુક્ત થવાનો જો વિચાર જાગે, તો મનની જાગૃતિ કરાવતી અંતર દિશા તરફ પ્રયાણ કરવાનું મન થાય. પછી મનની સાત્ત્વિકતા પ્રગટાવતું અધ્યયન જ્ઞાન-ભક્તિથી થાય, ત્યારે સમજાય કે ભક્તિ એ કોઈ સાધ્ય કરવાની સાધના નથી. ભક્તિ તો પ્રભુભાવની, દિવ્ય પ્રીતની અવિનાશી શક્તિ છે, જે આત્મ સ્વરૂપે સૌને પ્રાપ્ત થયેલી છે. મનુષ્ય જીવનમાં જ આ ભક્તિની શક્તિ જાગૃત થઈ શકે છે અને પ્રભુ સાથેની ઐક્યતાને માણી શકાય છે.  સાત્ત્વિકભાવની જાગૃતિ વગર ભક્તનું મન ઝૂરે, એટલે પ્રભુની હાજરીને દરેક કૃતિની ક્રિયામાં અનુભવે; પ્રભુ સ્મરણ રૂપે ભક્તના વિચાર-વાચા પ્રગટે, એટલે સંસારી વિચારોના સ્મરણની અથડામણ ન અનુભવે; ભક્તનું મન માત્ર જ્ઞાનની વાતો ન કરે, પણ આત્મીય ચેતનાની પ્રતીતિ કરાવતાં અંતરધ્યાનમાં લીન રહે; ભક્તિભાવની સુમેળતાથી સમાધાનનું ધન વાપરે અને બીજા માનવીઓને ભક્તિભાવની પ્રસન્નતામાં તરાવે.

સંકલનકર્તા – મનસ્વિની કોર્ટસાહા