Article Details

સાત્વિક વિચારોનું અન્ન અને અન્નનું સત્વ

પ્રભુ સાથેનો આત્મીય સંબંધ જ્યારે ભક્તિભાવની નિખાલસતાથી અનુભવાય, ત્યારે પોતાના આત્મા રૂપી ગોકુળધામમાં સ્થિત થવાંની મહેચ્છા જાગે. આત્મીય સંબંધોની દિવ્ય પ્રીતને માણવાની ભક્તની તરસ એટલી તીવ્ર હોય, કે એના અંતરનાં ઊંડાણમાંધી વિનંતિભર્યા અક્ષર શબ્દોની ધારા વહેતી જાય. એ શબ્દો રૂપે સૂક્ષ્મની પેલીપાર આત્મસ્થિત થવાંનો મક્તનો દઢ નિર્ધાર પ્રદર્શિત થાય. એટલે ભજનના શબ્દો માત્ર આલેખન રૂપે પ્રગટ ન થાય, પણ એમાં વિનંતિના આર્તનાદનો ધ્વનિ સમાયેલો હોય. તે ધ્વનિમાં સૂર-સ્વરથી પ્રગટેલાં શબ્દો ભજન રૂપે ભક્ત દ્વારા પ્રસ્તુત થાય. તેથી એવાં ભજનોનાં શબ્દોનું ગુંજન જો બીજા જિજ્ઞાસુઓ કરે, તો વિનંતિનો ભાવ તેઓમાં પણ જાગે અને ભક્તિના સૂક્ષ્મ રાહનું માર્ગદર્શન મળતું જાય. ભક્તિનો સૂક્ષ્મ રાહુ એટલે સાત્ત્વિક આચરણની નિઃસ્વાર્થતા. અર્થાત્ જે પરમાત્મ શક્તિના આધારે આપણે જીવંત જીવન જીવીએ છીએ, તેનાં વિશેષ ગુણોનું પ્રભુત્વ ધારણ થઈ શકે એવા નિઃસ્વાર્થભાવની જાગૃતિ કરાવતું આચરણ.

આચરણ રૂપે મનને ભક્ત સ્વરૂપનું પરમાર્થી, પારદર્શક, સોમ્પ, વિશુદ્ધ, સમતોલભાવનું કૌશલ્ય સ્વયંભૂ જાગૃત થાય. તેથી જ જિજ્ઞાસુ મન સાત્ત્વિક આચરણની જાગૃતિ અર્થે સ્વમય ચિંતન કરતો રહે અને ચિંતનના નિર્મળભાવથી પ્રભુને વારંવાર વિનવતો રહે કે, ‘“ કૃપા કરી હે નાથ ! સાત્ત્વિક વિચારોના ચિંતન રૂપી જળથી અહંકારી વૃત્તિ-વિચારોના વર્તનની દુર્ગંધને દૂર કરાવજો. જેથી જ્ઞાન-મક્તિની સરિતામાં તરાવતી મનની શુદ્ધતા ધારણ થતી જાય. શુદ્ધ મનની ગુણિયલતામાં આપના સાત્ત્વિક ગુણોનો ઉજાગર થાય છે. જે આપના પ્રભુત્વના મહાસાગરમાં ભક્તિભાવથી તરાવી શકે છે. તે મહાસાગરના તરવેયા બનવા માટે જ આપને વારંવાર વિનવું છું કે હજુ મારા પ્રેમભાવની હોડી ખૂબ નાની છે. તે હોડીના હલેસાં રૂપે જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી જીવવાનું માર્ગદર્શન આપની અણમોલ કૃપાથી ધારણ થતું રહે છે. હવે આપ મારી નાની હોડીના નાવિક બની, મુજને અંતર યાત્રાની વિશાળતામાં સહેલ કરાવો. આપના સાત્ત્વિક વિચારો રૂપી અન્ન ખાવા મળે છે અને સાત્ત્વિકભાવનું સ્વાસ્થ્ય ધારણ થતું જાય છે. અમે સો જિજ્ઞાસુ ભકતો એવાં સ્વાસ્થ્યની અમીરી સમાજમાં પ્રસરાવી શકીએ, તે માટે જ્ઞાન-ભક્તિનો સત્સંગ અમે જ્યારે જ્યારે કરીએ, ત્યારે આપ સાક્ષાત પધારીને આપના સતુ ભાવનો સંગ કરાવજો...

 

સાત્ત્વિક વિચારોનું અત્ર આપ ખવડાવો છો અને તે અન્નનું સત્ત્વ આપની કૃપાથી ધારણ થાપ છે. જેથી મનનું ભક્ત સ્વરૂપનું સદાચારી કોશલ્ય જાગૃત થઈ શકે. આપ સ્વયં તે અન્ન બની સૂક્ષ્મની પેલીપારની સમજને પ્રગટાવો છો. હે નાથ આપ સાત્ત્વિકભાવનું અન્ન ખવડાવવા તૈયાર છો અને તેને ખાવા માટે અમે અધીર રહીએ છીએ. છતાં અમારી એક શરત માન્ય રાખજો, કે આપ ખવડાવતાં જ્યારે પાકી જાવ ત્યરો મને પણ ખાતાં થાક લાગે અને તે ક્ષણે આપ પોતે મારી સાથે ખાવ એવી કૃપાનું ધન વરસાવતાં રહેજો. મારા તન-મન રૂપી થાળીમાં આપની દિવ્ય ચેતનાની ઊર્જાનું અન્ન હર ક્ષણે નવું નવું પીરસાતું રહે છે. એટલે હર ક્ષણ આપ મારી સાથે રહો છો. તેથી આપને વિનંતિ કરવાની ન હોય, પરંતુ મારું મન સંસારી ઘટનાઓમાં ક્યારેક ભટકી જાય છે. એટલે શ્વાસ રૂપે હર ક્ષણે અર્પણ થતાં આપના સાત્ત્વિક ગુણોનાં સંગાથને માણી શકતો નથી, તેથી જ આપની સાત્ત્વિકભાવની ગતિથી સત્સંગમાં પધારવાની આપને વિન્દ્રત કરતો રહું છું. જેથી અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓની કર્મસંસ્કારોની ગાંઠો છૂટતી જાય અને ભક્તિભાવની જાગૃતિ રૂપે તૃપ્તિનો રાહ મળતો જાય..

 

હે નાથ, આપની પ્રકાશિત ચેતનાની ગતિનો સંગાય અંતરધ્યાન રૂપે જ્યારે જ્યારે માથું છું, ત્યારે મનની રાગ-દ્રુપના વિચારોમાં ભમવાની ગરીબી, એટલે કે ભૂત-ભવિષ્યના જીવનની ચિંતામાં રહેવાની ગરીબી વિલીન થાય છે. હવે એટલી સ્પષ્ટ સમજ ગ્રહણ થઇ છે, કે જ્યાં રાગ-દ્વેષના વિચારો કરવાની ગરીબી ન હોય, ત્યાં છે આપના સાત્ત્વિકભાવની અમીરી, સાત્ત્વિકભાવની અમીરીમાં આપની દિવ્ય આત્મીય પ્રીતની ગુણિયલતા પ્રગટે છે. આપની દિવ્ય પ્રીતની ગુણિયલતાને માણવા માટે જ મનુષ્ય જન્મ ધારણ કર્યો છે. મનુષ્ય જીવનની એ જ તો શ્રેષ્ઠતા છે, જે મનની શુદ્ધતાથી, પરોપકારીભાવથી સાત્ત્વિક વિચારોનું ચિંતન કરી શકે છે અને એનો સૂક્ષ્મ ભાવાર્થ ગ્રહણ કરી શકે છે. ભાવાર્થ અનુસાર જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાની કેળવણી આપની કૃપાથી ધારણ થતી જાય, તો સદાચરણની પ્રસન્નતા અનુભવાય. એવી પ્રસન્નતામાં જ સ્વ સ્વરૂપની ગુણિયલતા, એટલે કે આપની આત્મીય દિવ્ય પ્રીતની પૂર્તિ થતી રહે છે. આપની એવી દિવ્ય પૂર્તિ માટે ઝૂરું છું, તેથી જ મારું-તારું-પરાયુંના ભેદને ભૂલાવતો સાત્ત્વિકભાવ જાગૃત રહે એવી વિનંતિ ફરીફરીને કરતો રહું છું..  … હે પ્રભુ, જ્ઞાન-ભકિતની સરિતામાં મારા મનની નાની હોડીને આપ સ્વયં નાવિક બનીને તરતી રાખો છો. એટલે એટલું તો સમજાયું છે કે જે મનગમતી વસ્તુ, વ્યક્તિ, કે પરિસ્થિતિને ભોગવવા માટે હું મારું મારું કરતો રહ્યો, તે કદી મારું સ્વયંનું નથી થયું. જો તારું તારું કર્યું તો પણ પ્રભુ આપનું તારું) કશું જ ના મળ્યું, પરંતુ જ્યારથી અમારું અમારું કર્યું ત્યારથી અહમ્ વૃત્તિઓનું સમર્પણ થતું ગયું અને સમર્પણભાવની જાગૃતિમાં પછી સાત્ત્વિક ગુણોનું ધન સ્વયંભૂ ધારણ થતું ગયું. હવે સ્પષ્ટ નિર્ધાર થયો છે કે મારું જે છે તે તારું છે અને તારું જે છે તે જ મારું છે. એટલે હવે મારું-તારું પણ નથી રહ્યું પણ સર્વત્ર જે સર્વેમાં સમાયેલું છે, તે સર્વસ્વ તું જ છે. એ તું જ હું છું એવી એકમની લયનું દાન ઘરજો અને તે લયનું દાન ધારણ કરાવતી અંતર ભક્તિમાં ધ્યાનસ્થ રાખજો. અંતર ભક્તિની ધ્યાનસ્થ સ્થિતિમાં આપના પ્રકાશિત દર્શન જ્યારે જ્યારે થાપ, ત્યારે તે પ્રકાશિત ચેતનામાં હું સમાઈ જાય એવી દિવ્ય ગીતની પૂર્તિ કરતા રહેજો. તેધી જ વારંવાર વિનવું છું કે મારી અંતર આંખોનો અંધાપો દૂર કરાવતી સાત્ત્વિકભાવની તેજસ્વીતા ઘરો અને આત્માના ગોકુળ ધામમાં સ્થિત કરાવતી એકમની લયનું દાન ઘરો..

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા