વેદોના ગર્ભમાં અમે ઊતર્યા નહીં
માનવી મહેનત કરીને જીવનમાં ઘણું મેળવે છે અને સંસારી ઈચ્છાઓને ભોગવી પણ શકે છે. પરંતુ જીવનમાં જ્યારે પ્રભુ મિલનની પળ આવે ત્યારે રોજિંદા કાર્યો કરવામાં જો વ્યસ્ત રહીએ તો પળ ચૂકી જવાય છે. સમયની ગતિનો અંદાજ મનને નથી, કે દિવસો વીતતાં મહિનાઓ વીતી જશે અને પાણીના રેલાંની જેમ સંસારી કાર્યો કરવામાં સમય ક્યાં પસાર થઈ જશે તેની ખબર પણ નહિ પડે. જ્યારે શરીરની ઉંમર વધે છે, શરીરથી રોજિંદા કાર્યો કરવાની નબળાઈ વધે છે. ત્યારે ક્યારેક વિચાર આવે કે પ્રભુ મિલનની ઘણી બધી પળોને ગુમાવી દીધી! દરેક માનવીને એવી તો સૂઝ હોય છે કે સંસારી કાર્યોથી, કે પ્રવૃત્તિઓથી સુખ સંતોષ મળવો જોઈએ. પરંતુ બહુ જૂજ લોકોને સાત્ત્વિક વિચારોના સત્સંગથી મનને પ્રસન્ન રાખવાનો સૂઝકો હોય છે. એવા લોકો જીવંત જીવનનો મહિમા સમજવાનો પુરુષાર્થ કરે, ત્યારે સામાન્ય સમજની સપાટી પરધી ઊંડાણમાં જાય, એટલે કે સ્થૂળ જગતની કૃતિઓમાં સમાયેલી સૂક્ષ્મ ઊર્જા શક્તની વાસ્તવિકતાને ગ્રહણ કરવાનો પુર્વાર્થ કરે.
એવાં પુરુષાર્થ રૂપે એટલું સમજાય કે હરક્ષણે પ્રાપ્ત થતી શ્વાસની નવીન ઊર્જાના લીધે મનની સ્થિતિ પણ બદલાતી રહે છે. તેથી સાત્ત્વિક વિચારોના સંગાથમાં જો મન રહે, તો વિકાસશીલ ઉન્નતિને ધારણ કરી શકે છે. એવી ઉન્નતિ રૂપે સાત્ત્વિક ગુણોના સ્વભાવની પ્રસન્નતા ધારણ થાય, ત્યારે એકબીજા સાથેના સંબંધોમાં પ્રેમ, આનંદની પૂર્તિ પતી જાય. હર ક્ષણે બદલાતી સમયની ગતિ સ્વરૂપે નિત્ય નવીન ઊર્જાનું ધન પ્રભુ અર્પણ કરતાં રહે છે. આ વાસ્તવિકતાને જિજ્ઞાસુ ભક્ત જાણે છે અને સમજે છે, કે આજે જે પણ ઘટનાનો જેવો અનુભવ થયો તેવો જ અનુભવ ફરીથી નથી થતો. આજે મનગમતી મીઠાઈ ખાતી વખતે જે મજા આવી, અથવા અત્યંત મિત્રને મળવાનો જે સુખદાયક અનુભવ થયો, તેવો અનુભવ બીજીવાર એ જ મીઠાઈ ખાઈએ, કે એ જ મિત્રને મળીએ ત્યારે નથી થતો. એટલે માત્ર સ્થૂળ આકારિત પદાર્થોની સંગમાં એને ભોગવવામાં જુદાં જુદાં અનુભવ થાય, પણ મનની ગુશિયલ સ્વભાવની ઉન્નતિ જાગૃત થતી નથી.
એવું નધી કે ઈન્દ્રિયગમ્ય વિષયોને ભોગવવાના નથી, પણ ભોગ્ય પદાર્થોને સર્જાવતી પ્રભુની ઊર્જા શક્તિનો જો સ્વીકાર થાય અને ભોગવવાની ક્રિયાનું મનોબળ અર્પણ કરતી ઊર્જા શક્તિનો સ્વીકાર થાય, તો પશુની જેમ માત્ર ભોગી વૃત્તિઓનું વળગણ નહિ રહે, કે ભોગના અનુભવમાં ફરવાનું આકર્ષણ નહિ રહે. પરંતુ ભાગે રૂપે પ્રભુ સાથેની એક્પતાની પ્રતિતી કરાવતો ભાવ પ્રગટે, એવી સાત્ત્વિક મનોદશા જાગૃત થતી જાય. એવી જાગૃતિ રૂપે પ્રભુ મિલનની પળ વેડફાઈ ન જાય, પણ ભક્તિભાવની નિષ્ઠા વધતી જાય. સાત્ત્વિક આચરણની પ્રસન્નતા ભવિષ્યમાં મેળવવાની ન હોય. કારણ આ ક્ષણે પ્રભુ તો પ્રસન્નતાની સાત્ત્વિકતાને શ્વાસ રૂપે અર્પણ કરે જ છે અને બીજી ક્ષણે બીજા સ્તરની પ્રસત્રતા હોય છે. મન જો એકના એક રાગ-દ્વેષાત્મક વૃત્તિ- વિચારોમાં ગૂંથાયેલું રહે, તો પ્રસન્નતાની પળને ગુમાવી દે છે. એવું મન પ્રસન્નતા મેળવવા બાહ્ય જગતમાં ફરતું રહે છે.
આજનો સમય યોગ્ય છે એવું જાણનારો જિજ્ઞાસુ ભક્ત, કદી સમયની મર્યાદામાં બંધાઈને સત્સંગ ન કરે. કારણ એ જાણે છે કે જેમ વૃક્ષ પરથી આપમેળે ખરી પડેલું ફળ પાછું એ જ ડાળી પર પોતાની મેળે જઈ શકતું નથી, અથવા પહાડ પરથી વહી ગયેલું પાણી ફરીથી પહાડ ચઢાણ ચઢી શકતુ નથી, તેમ સત્સંગમાં મને સ્થિત થાય, ત્ત્વો સંસારી વૃત્તિ-વિચારોથી મુક્ત થાય છે. મનની એવી મક્ત ગત પોતાની માવીતર સ્વરૂપની આત્મીય ચેતના સાથે એકરૂપ થાય. અર્થાત જે મનને સત્સંગનો મહિમા સમજાય, જ્ઞાની ભક્તના સાંનિધ્યનું તાત્પર્ય સમજાય, તે અમુક સમયની મર્યાદામાં બંધાઈને સત્સંગમાં, કે ચિંતનમાં, કે અંતરધ્યાનમાં સ્થિત ન થાય. એ તો પાણીના મુક્ત વહેણની જેમ અંતરની સૂક્ષ્મતા તરફ પ્રયાણ કરતું જાય. મુક્ત ગતિની પ્રભુ મિલનની પળનો ઉદય થાય. તો આ પળે પ્રભુએ અર્પણ કરેલાં શ્વાસના ધનનો યથાર્થ સદુપયોગ થયો કહેવાય.
એવું જાગૃત મન સહજતાથી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતું રહે અને બીજાને તરવાની, જિજ્ઞાસુભાવની પ્રેરણા પૂરતો રહે.
સારાંશમાં આજનો સમય યોગ્ય છે એમ સ્વીકારી ભક્તિભાવનું સ્નાન થયાં કરવું જોઈએ. હજુ એવો પાંત્રિક સમયમાં ભક્તિભાવની પ્રસન્નતાનો અનુભવ અશક્ય લાગશે. લોકિક મનની નિષ્ઠા એકલવ્ય જેવી નથી કે માત્ર એક જ કાર્ય કરતું રહે. એવી નિષ્ઠા હોત તો ભક્તિભાવની સરિતા મન બની જાય. તેથી એટલો સ્વીકાર થવો જોઈએ, કે વૃધાના મૂળ જેમ જમીનમાં છે, તેમ મનનાં મૂળ પ્રભુની ભગવત્ ભાવની ઊર્જા શક્તિના એટલે કે ભક્તિના છે. પછી સમયની ગતિમાં સંસારી વિચારોનું વળગણ છૂટતું જશે. માતા-પિતા કે મિત્રોની મૃત્યુ રૂપે વિદાય થાય, તો શરૂઆતમાં તેમની યાદ આવે અને આંખોમાં આંસુ આવી જાય. પછી સમયની ગતિમાં બધું વિસરાતું જાય અને મરણ તિથિએ માત્ર યાદ આવે. અર્થાત્ સમયની ગતિમાં જે આકારિત કૃતિઓ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે, જે ખીલે છે તે કરમાય છે એ ઉન્નતિની ક્રિયા છે. એ વાસ્તવિક સત્યના મહિમાને ભકત જાણે છે એટલે એને મૃત્યુનો ભય નથી, એ તો પ્રભુ મિલનની પળ સ્વરૂપે જીવંત જીવન જીવે અને જ્ઞાતા ભાવથી મહિમા સમજીને મનની ઉન્નતિથી જીવે છે, એવું જીવન જો ન જીવીએ તો પસ્તાવો થાય કે...
મહિમા તારો અમે સમજ્યા નહીં, મોતને આરે આવી ઊભા રહ્યાં;
જ્યોતિ કદી તારી અમે દીઠી નહીં, અંધારામાં દિવાળીએ દીવા કર્યાં;
વેદોનાં ગર્ભમાં અમે ઊતર્યાં નહીં, વેદોનાં પન્ન અને પઠન કીધાં;
માળા ને મંત્રોનાં અર્થ સમજ્યા વિના, સમુદ્રના મોજા જેમ અથડાતાં રહ્યાં,
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા