મહાભૂતોની પ્રકૃતિનું ઉત્કૃષ્ટ સર્જન એટલે માનવ શરીરની રચના. સ્ત્રી અને પુરુષ એવી બે જાતિના આકારની રચના થઈ છે. આવી બે જાતિના આકારની વિશેષતા પ્રાણી, પક્ષી, જળચર વગેરેમાં પણ છે અને આવાં બે પ્રકારના આકારોને જીવંત જીવન જીવાડવા માટે પ્રભુએ સ્વયંની આત્મીય ચેતનાનો ઊર્જા સ્રોત વહેતો મૂક્યો છે. જીવાડનાર પ્રભુની ચેતના જગતમાં સર્વત્ર છે અને સૌને ક્ષણે ક્ષણે શ્વાસ રૂપે અર્પણ થયાં કરે છે. જેથી દરેક માનવી પોતાની ઈચ્છા મુજબના કાર્ય કરી શકે. એવી ઊર્જા પૂર્તિ વિના મૂલ્યે ધારણ થયાં કરે છે. એટલે જીવન જીવવાની રીત શીખવાની ન હોય, પણ જીવન રૂપે પ્રેમ, સ્નેહ, આદર, ભલાઈ, વિનમ્રતા, પ્રામાણિક્તા વગેરે ભાવની ગુણિયલતા પ્રગટ થવી જોઈએ. કારણ જે ચેતનાની ઊર્જાના આધારે આપણે સૌ જીવંત જીવન જીવીએ છીએ, તે ચેતના છે ગુણિયલ ભાવની સાત્ત્વિકતા. પરંતુ સત્ય એ છે કે જીવાડનાર પ્રભુની ચેતનાને ભૂલીને માનવી જીવે છે. એટલે ભાવની ગુણિયલતા વિચાર-વર્તન રૂપે સહજ પ્રગટતી નથી.
આ ભૂલી જવાની જે ભૂલ થઈ છે, તેને પણ માનવી ભૂલી ગયો છે. આમ ભૂલથી ભૂલું પડેલું મન સ્વયંની ઓળખથી અપરિચિત રહે છે અને અવળે માર્ગે ભટકતું રહે છે. અવળો માર્ગ છે એકબીજા સાથે રૂપિયાની સરખામણીથી સ્પર્ધા કરવાનો, રાગ-દ્વેષાત્મક વર્તનથી રકઝક કરવાનો. જ્ઞાતિ કે સાંપ્રદાયિક ધર્મના નામે, ઉચ્ચ-નિમ્ન કક્ષાના ભેદથી આવા અવળાં માર્ગને માનવી પોતે જ બનાવે છે. એટલે ભેદ જોવાની કે સરખામણી કરવાની ખેંચતાણમાં પ્રભુની ચેતનાનું સ્મરણ થતું નથી. આવી ખેંચતાણના વમળમાં ડૂબેલાં મનને પરભવ પુણ્યના ઉદય રૂપે જ્યારે સમજાય કે, ‘‘શ્વાસની ચેતનાનો આધાર રૂપ સહારો આપનાર પ્રભુ તો મારી સેવા કરે છે! જેથી શ્વાસના ધનનું સેવન હું કરી શકું. છતાં કોઈ પણ ક્ષણે પ્રભુ પોતાની શક્તિના વર્ચસ્વનો, પોતાની શાશ્વત સત્તાનો, પોતાના પ્રભુત્વની ચેતનાનો દેખાડો નથી કરતાં, કે કદી જતાવતાં પણ નથી કે હે જીવ, મારા વગર તારી હસ્તી નથી, મારી પ્રાણની ચેતના વગર તું નિર્જીવ છે. જેનો સતત સહારો છે, જેનાં આધારે હું જીવંત છું તેને જ ભૂલી ગયો, એટલે જીવનમાં નથી સંતોષ, શાંતિ કે તૃપ્તિની પ્રસન્નતા...!’’ આવી સમજ સાથે પશ્ચાત્તાપ થાય ત્યારે જિજ્ઞાસુ ભક્તની જેમ ભૂલનો એકરાર થાય અને પ્રભુને વિનંતિ થાય કે....
આ સૃષ્ટિમાં અમે શ્વાસ લઈએ આપના થકી,
અરે! હર ઘડી અમે જીવીએ પ્રભુ આપના થકી..
અમે જન્મ લીધો શ્વાસ મૂક્યો કૃપા એ આપની,
હવે જીવન જીવતાં શીખવો પ્રભુ કૃપા વરસાવો આપની...
અમે આવીને ઘણાં પાપ કર્યા પ્રભુ વહાલથી સ્વીકારજો,
હવે ચરણમાં અમને રાખજો પ્રભુ વિનંતિ છે બસ આટલી...
અમે આવીને તને ભૂલી ગયાં પ્રભુ માફી માંગીએ આપની,
હવે અમી દષ્ટિ અમ પર રાખો પ્રભુ સહારો છે આપનો...
ખરું જીવન જીવવાનું ત્યારે શરૂ થાય, જ્યારે વાણીનું-
મનનું મોન શરૂ થાય અને ઊર્જાની પ્રકાશિત ગતિની સાત્ત્વિકતા ધારણ થાય. પરંતુ મોટેભાગે ઈન્દ્રિયગમ્ય વિષયોને ભોગવવામાં ઊર્જાની ચેતના વપરાય જાય છે. તેથી જ વિષય ભોગથી થાકેલાં મનને વધારે ઊંઘવું પડે છે. ઊંઘ રૂપે ઊર્જા શક્તિનો સંચય થતાં તન-મન તાજગી અનુભવે છે, પણ દિવસ દરમ્યાન માનવી જેનો સહારો છે તેને ભૂલીને માત્ર ભોગમાં આળોટે છે. ચોકલેટ ખાવાની ઈચ્છા થાય,ત્યારે ચોકલેટ જો ન મળે તો કેન્ડીને શોધે અને તે ન મળે તો પેપ્સીકોલા! મન સતત એક વિષયમાંથી બીજા ઘણાં વિષયોને ભોગવતું રહે છે અને વિચાર્યા વગર શબ્દોની વાચા બોલતું રહે છે. તર્ક-વિતર્ક કરે અને પોતે સાચો છે તે દલીલોથી પુરવાર કરવાની પ્રતિક્રિયામાં ઊર્જાની સાત્ત્વિકતા પ્રગટતી નથી. એટલે માનવી પોતે જ પોતાના અજ્ઞાની અહંકારી વર્તનમાં ગૂંચવાઈ જાય છે, મુંઝાઈ જાય છે. કરોળિયો જેમ પોતાની લાળથી ગૂંથેલા જાળામાં ગૂંથાઈ જાય, તેમ માનવી સંસારી રાગ-દ્વેષના વર્તનમાં ગૂંથાઈ જાય છે. કરોળિયાને તો પોતે ગૂંથેલાં જાળાને ગળી જતાં આવડે છે, મનને આવડતું નથી, એટલે કર્મ સંસ્કારોનું આવરણ વધતું જાય છે. પોતે ગૂંથેલાં જાળાને-આવરણને ઓગાળવા માટે જ્ઞાન-ભક્તિના સત્સંગથી મનને કેળવવું પડે, તે માટે પ્રથમ વાણીનું મૌન જરૂરી છે. જરૂરત હોય એટલાં જ શબ્દોની વાચા બોલાય તો દલીલ કરવાનું ઓછું થાય અને એકબીજા સાથે કંકાસ, સંતાપ ઓછો થતાં ન કામનાં વિચારોનો કોલાહલ શાંત થતો જાય. ઓછામાં ઓછી વાચાના ઉપયોગથી માનવી પોતાના કાર્યો કરી શકે છે, તે મુશ્કેલ નથી. પ્રભુની ચેતનાના સાત્ત્વિક ગુણોને પ્રગટાવતું ભક્તિમય જીવન જો જીવવું હોય, તો મુશ્કેલ લાગતી પરિસ્થિતિમાંથી પસાર થવાનો સરળ ઉકેલ મળી જાય છે. ચિંતા કે ઉગ્રતાવાળા નકારાત્મક સ્વભાવને સાત્ત્વિક વિચારોના ચિંતનથી બદલવાનો નિશ્ચય થાય, પછી મુશ્કેલ લાગતી પરિસ્થિતિ જ સ્વયં પ્રભુ મિલન તરફ પ્રયાણ કરાવતી ઉપકારી સ્થિતિ બને છે. જેમ જેમ વાણીના મૌનથી સંસારી વિચારોનો કોલાહલ શાંત થાય, તેમ તેમ મનના મૌનની મહત્તા પરખાતી જાય. વાણીના મૌનમાં હાથના ઈશારાથી વાતો કરવાની ન હોય. એમાં મગજ-વિચારો શાંત થતાં નથી, એ તો છે વાણીના મૌનનું બાહ્ય આડંબર. ભીતરમાં દૃઢ નિર્ધારનો તાર ઝણઝણવો જોઈએ, કે હું જેનો અંશ છું, તે પ્રભુની આત્મીય ચેતનાની ગુણિયલતા વિચાર-વર્તન રૂપે પ્રગટે, તો હું પ્રભુમાં સમાઈ જાય. અર્થાત્ આત્મીય ચેતનાના પ્રભુત્વને પામવાનું નથી, કે મેળવવાનું નથી, પણ એમાં સમાઈ જવાનું છે. તેથી જ વાણીના મૌન સાથે મનનું મોન પ્રભુ કૃપા સ્વરૂપે થશે, એવી દૃઢ શ્રદ્ધા સાથે ભક્ત સ્વમય ચિંતનની અંતર ભક્તિમાં લીન રહે છે. જેમ કુશળ તરવૈયો આગળને આગળ તરતો રહે અને પાછળ વળીને જાણે કે કેટલું અંતર કાપ્યું; તેમ ભક્ત પોતાની આજુબાજુના પ્રતિકૂળ પરિબળોથી જાણકાર થાય, જે એની અંતરગમનની ગતિને અટકાવે છે. આવી જાણ રૂપે લૌકિક વસ્તુ-વ્યક્તિના સંગમાં, વ્યવહારિક કાર્યો કરતી વખતે ભક્ત ઓછામાં ઓછા શબ્દોના ઉપયોગથી પોતાનું કર્તવ્ય કરતો રહે છે. જેથી મનની મૌન સ્થિતિ વધતી જાય અને અંતરગમનની ગતિ ધારણ થતી જાય. usuct ત્યારે ચોકલેટ જો ન મળે તો કેન્ડીને શોધે અને તે ન મળે તો પેપ્સીકોલા! મન સતત એક વિષયમાંથી બીજા ઘણાં વિષયોને ભોગવતું રહે છે અને વિચાર્યા વગર શબ્દોની વાચા બોલતું રહે છે. તર્ક-વિતર્ક કરે અને પોતે સાચો છે તે દલીલોથી પુરવાર કરવાની પ્રતિક્રિયામાં ઊર્જાની સાત્ત્વિકતા પ્રગટતી નથી. એટલે માનવી પોતે જ પોતાના અજ્ઞાની અહંકારી વર્તનમાં ગૂંચવાઈ જાય છે, મુંઝાઈ જાય છે. કરોળિયો જેમ પોતાની લાળથી ગૂંથેલા જાળામાં ગૂંથાઈ જાય, તેમ માનવી સંસારી રાગ-દ્વેષના વર્તનમાં ગૂંથાઈ જાય છે. કરોળિયાને તો પોતે ગૂંથેલાં જાળાને ગળી જતાં આવડે છે, મનને આવડતું નથી, એટલે કર્મ સંસ્કારોનું આવરણ વધતું જાય છે. પોતે ગૂંથેલાં જાળાને-આવરણને ઓગાળવા માટે જ્ઞાન-ભક્તિના સત્સંગથી મનને કેળવવું પડે, તે માટે પ્રથમ વાણીનું મૌન જરૂરી છે. જરૂરત હોય એટલાં જ શબ્દોની વાચા બોલાય તો દલીલ કરવાનું ઓછું થાય અને એકબીજા સાથે કંકાસ, સંતાપ ઓછો થતાં ન કામનાં વિચારોનો કોલાહલ શાંત થતો જાય. ઓછામાં ઓછી વાચાના ઉપયોગથી માનવી પોતાના કાર્યો કરી શકે છે, તે મુશ્કેલ નથી. પ્રભુની ચેતનાના સાત્ત્વિક ગુણોને પ્રગટાવતું ભક્તિમય જીવન જો જીવવું હોય, તો મુશ્કેલ લાગતી પરિસ્થિતિમાંથી પસાર થવાનો સરળ ઉકેલ મળી જાય છે. ચિંતા કે ઉગ્રતાવાળા નકારાત્મક સ્વભાવને સાત્ત્વિક વિચારોના ચિંતનથી બદલવાનો નિશ્ચય થાય, પછી મુશ્કેલ લાગતી પરિસ્થિતિ જ સ્વયં પ્રભુ મિલન તરફ પ્રયાણ કરાવતી ઉપકારી સ્થિતિ બને છે. જેમ જેમ વાણીના મૌનથી સંસારી વિચારોનો કોલાહલ શાંત થાય, તેમ તેમ મનના મૌનની મહત્તા પરખાતી જાય. વાણીના મૌનમાં હાથના ઈશારાથી વાતો કરવાની ન હોય. એમાં મગજ-વિચારો શાંત થતાં નથી, એ તો છે વાણીના મૌનનું બાહ્ય આડંબર. ભીતરમાં દૃઢ નિર્ધારનો તાર ઝણઝણવો જોઈએ, કે હું જેનો અંશ છું, તે પ્રભુની આત્મીય ચેતનાની ગુણિયલતા વિચાર-વર્તન રૂપે પ્રગટે, તો હું પ્રભુમાં સમાઈ જાય. અર્થાત્ આત્મીય ચેતનાના પ્રભુત્વને પામવાનું નથી, કે મેળવવાનું નથી, પણ એમાં સમાઈ જવાનું છે. તેથી જ વાણીના મૌન સાથે મનનું મોન પ્રભુ કૃપા સ્વરૂપે થશે, એવી દૃઢ શ્રદ્ધા સાથે ભક્ત સ્વમય ચિંતનની અંતર ભક્તિમાં લીન રહે છે. જેમ કુશળ તરવૈયો આગળને આગળ તરતો રહે અને પાછળ વળીને જાણે કે કેટલું અંતર કાપ્યું; તેમ ભક્ત પોતાની આજુબાજુના પ્રતિકૂળ પરિબળોથી જાણકાર થાય, જે એની અંતરગમનની ગતિને અટકાવે છે. આવી જાણ રૂપે લૌકિક વસ્તુ-વ્યક્તિના સંગમાં, વ્યવહારિક કાર્યો કરતી વખતે ભક્ત ઓછામાં ઓછા શબ્દોના ઉપયોગથી પોતાનું કર્તવ્ય કરતો રહે છે. જેથી મનની મૌન સ્થિતિ વધતી જાય અને અંતરગમનની ગતિ ધારણ થતી જાય.
સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા